logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામી - પરમાત્માનો આત્મા જ્યારે માતા જયાદેવીની કુક્ષિમાં હોય છે, ત્યારે 2 ઘટના વારંવાર થાય છે.

Home > Magazine > Gujarati Magazine > > બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામી

ભારત દેશ. આજનું બિહાર રાજ્ય ને ચંપાપૂરી નગરી.

તે સમયે, વિશાળ અને સમૃદ્ધ ચંપાપૂરી નગરીના રાજા વસુપૂજ્ય હતા. તેમની પટ્ટરાણીનું નામ હતું : જયાદેવી.

જેઠ સુદ-9ની શુભરાત્રિએ પદ્મોત્તર રાજર્ષિનો આત્મા માતા જયાદેવીની કુક્ષિમાં પધારે છે. માતા 14 સ્વપ્ન જુવે છે. 12મા તીર્થંકરનું ચ્યવન કલ્યાણક થાય છે.

12મા તીર્થંકરનો આત્મા જ્યારે માતા જયાદેવીની કુક્ષિમાં હોય છે, ત્યારે 2 ઘટના વારંવાર થાય છે :

1) વાસવ = ઇન્દ્ર. ઇન્દ્ર મહારાજા વારંવાર આવે છે ને માતા જયાદેવીને નમસ્કાર-પૂજા કરે છે.

2) વસુ = રત્ન. કુબેર દેવ વારંવાર આવે છે અને રાજમહેલમાં રત્નોની વૃષ્ટિ કરે છે.

ઇન્દ્રનું વારંવાર આવવું, પૂજા કરવી ને રત્નોની વારંવાર વૃષ્ટિ થવી; આ બે ઘટના વારંવાર થવાને કારણે જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ને નામકરણનો દિવસ આવે છે, ત્યારે પરમાત્માનું નામ પડે છે : વાસુપૂજ્ય.

બોલો, શ્રી વાસુપૂજ્ય ભગવાન કી જય!

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A