logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

દિવાળી જૈનોનું પર્વ કેમ છે? - આ પર્વ ઉજવવાની શરૂઆત ક્યાંથી થઈ? કેમ થઈ? અને કેટલાં વર્ષ પહેલાં થઈ?

Home > Magazine > Gujarati Magazine > > દિવાળી જૈનોનું પર્વ કેમ છે?

દિવાળી એટલે

દિવાની હારમાળા પ્રગટાવવાનું પર્વ

બાળકો!

દર વર્ષે દિવાળી પર્વ આવે છે. પણ તમને ખબર છે - આ દિવાળી પર્વ ઉજવવાની શરૂઆત ક્યાંથી થઈ? કેમ થઈ? અને કેટલાં વર્ષ પહેલાં થઈ?

તો જાણો : દિવાળી જૈનોનું પર્વ કેમ છે?

2551 વર્ષ પહેલાંની વાત છે.

પરમાત્મા મહાવીર સ્વામી આ પૃથ્વી પર વિહરતાં હતાં. દેશના આપીને ભવ્ય જીવોને સંસારમાંથી તારતાં હતાં.

પરમાત્માનું 72 વર્ષનું આયુષ્ય પૂર્ણ થવાના આરે છે. પરમાત્મા અપાપાપૂરી નગરીમાં પધાર્યા છે. અને અંતિમ દેશના ફરમાવે છે.

આ અંતિમ દેશના કેટલી ચાલી, ખબર છે? સળંગ 2 દિવસ અને 2 રાત! સળંગ 48 કલ્લાક!

પરમાત્મા મહાવીર સ્વામીની આ અંતિમ દેશના આજે ય મળે છે. તે ગ્રંથના નામ છે :

ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર.

આ જ અંતિમ દેશનામાં રાજા હસ્તિપાલ આવે છે ને તેમને રાત્રે જે 8 સ્વપ્ન આવ્યા હતાં, તેનું ફળ પૂછે છે. અને પરમાત્મા મહાવીર સ્વામી તે સ્વપ્નના ફળ તરીકે 5મો આરો કેવો આવશે? તે જણાવે છે.

આયુઃ પૂર્ણ થવાને થોડી જ વાર છે. પરમાત્મા ‘શૈલેશીકરણ’ નામની ક્રિયા કરે છે અને કર્મથી મુક્ત થઈ નિર્વાણ = મોક્ષ પ્રાપ્ત કરે છે.

પરમાત્મા મહાવીર સ્વામી ‘કેવલજ્ઞાની’ હતાં, જેના પ્રકાશથી આખું વિશ્વ પ્રભુ જોતા હતાં અને આપણને જણાવતા હતાં. કેવલજ્ઞાન એટલે ભાવદીપક. એ બુઝાઈ ગયો.

તેની સ્મૃતિમાં લોકોએ દ્રવ્યદીપક = દિવા પ્રગટાવ્યા.

પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકથી જે પર્વનો પ્રારંભ થયો તે દિવાળી.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A