Home > Know Jainism > પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ
Jainonline
• 29-Aug-2024
પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ
986
.jpeg)
૧. સવારમાં નવકારશી અને સાંજના ચઉવિહારનું પચ્ચક્ખાણ કરનાર જીવ તિર્યંચ કે નરક ગતિમાં જતો નથી.
૨. ધર્મની ભાવના વિના જે દુ:ખો સહન કરવામાં આવે છે અને તેનાથી જે કર્મ ક્ષય થાય છે તેને અકામ નિર્જરા કહેવાય.
૩. નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરા વડે ભયંકર દુઃખોને સહન કરવાથી સો વર્ષમાં જેટલાં કર્મ ખપાવે તેટલા જ કર્મો માત્ર નવકારશીનું પચ્ચક્ખાણ કરનારો ખપાવી શકે છે.
૪. પોરિસીનું પચ્ચક્ખાણ કરનાર એક હજાર વર્ષના કર્મો ખપાવી શકે છે.
૫. સાઢ પોરિસીનું પચ્ચક્ખાણ કરનાર દસ હજાર વર્ષના કર્મો ખપાવી શકે છે.
૬. પુરિમુઢનું પચ્ચક્ખાણ કરનાર એક લાખ વર્ષના કર્મો ખપાવી શકે છે.
૭. એકાસણાનું પચ્ચક્ખાણ કરનાર દશ લાખ વર્ષના કર્મો ખપાવે છે.
૮. નીવિનું પચ્ચક્ખાણ કરનાર એક ક્રોડ વર્ષના કર્મો ખપાવે છે.
૯. એકલઠાણાનું પચ્ચક્ખાણ કરનાર દસ ક્રોડ વર્ષના કર્મો ખપાવે છે.
૧૦. એકલદત્તનું પચ્ચક્ખાણ કરનાર સો ક્રોડ વર્ષના કર્મો ખપાવે છે.
૧૧. આયંબિલનું પચ્ચક્ખાણ કરનાર એક હજાર ક્રોડ વર્ષના કર્મો ખપાવે છે.
૧૨. ઉપવાસનું પચ્ચક્ખાણ કરનાર દસ હજાર ક્રોડ વર્ષના કર્મો ખપાવે છે.
૧૩. છઠ્ઠનું પ્પચ્ચક્ખાણ કરનાર એક લાખ ક્રોડ વર્ષના કર્મો ખપાવે છે.
૧૪. અઠ્ઠમનું પચ્ચક્ખાણ કરનાર દસ લાખ ક્રોડ વર્ષના કર્મો ખપાવે છે.
આ પ્રમાણે એક એક ઉપવાસની વૃદ્ધિથી દસ ગુણા વર્ષોના નરકના ધોર દુ:ખો કપાય છે