Home > Know Jainism > 3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ
Jainonline.org
• 8-May-2024
3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ
2

પ્રથમ નજરે પ્રતિમા દર્શન
ઊર્ધ્વકાય સ્થિત આ પ્રતિમાજી મોહનિદ્રામાંથી સહુને ઉઠાડે છે. ઉજજવળ વર્ણનાં આ પ્રતિમાજી અંતરની કાલિમાને ઉડાડે છે. સહસ્રફણાથી શોભતા આ પ્રભુજીને નિત્ય સહસ્રાધિક ભાવુૂકો જુહારે છે. ૫૮ ઈચ ઊંચા આ પ્રભુજી ઉપાસકને ઉચ્ચપંથે ચડાવે છે. ૧૭ ઈંચ પહોળા આ પ્રભુજી કાર્યોત્સર્ગ મુદામાં બિરાજે છે. પનોતા પુણ્યનાં સ્વામી આ પ્રતિમાજી પ્રેક્ષકને પુણ્યવંતો બનાવે છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી -
કાયોત્સર્ગ મુદામાં બિરાજતાં આ પ્રતિમાના દર્શન અનેરો આહ્લાદ ઉત્પન્ન કરે છે. સહસ્રફણાથી આચ્છાદિત આ પરમાત્માની આકૃતિ અતિ મોહક જણાય છે. આ પ્રતિમાજીનું અનુપમરૂપ નિહાળતાં તેમાં કલા અને સૌંદર્યનો અપાર વૈભવ છતો થયેલો જણાય છે. પરમાત્માના દેહની અનુપમ કાન્તિ દર્શકના હૃદયમાં દિવ્ય ઉજાસ પાથરે છે. આ પ્રતિમાના દર્શને નિત્ય સેંકડો દર્શનાર્થીઓ ઉમટે છે. સહસ્રફણાનું છત્ર ધારણ કરનારા આ પ્રભુજી ભકતજનોને માથે સ્વયં છત્ર સ્વરૂપ છે.
પૂર્વના શ્રેષ્ઠીઓ પાસે અપાર વૈભવ હતો પણ એ વૈભવને તેમણે ઔદાર્યથી અલંકૃત કર્યો હતો. તેમની પાસે સત્તા હતી તો ધર્મક્ષેત્રોના વિકાસાર્થે જ સત્તાનો સદુપયોગ કર્યો હતો. તેમની પાસે શાણપણ હતું તો ધર્મ અને ધર્મીઓના ઉત્કર્ષ કાજે તેનો વિનિયોગ કર્યો હતો. સુરતના શેઠશ્રી ભાઈદાસ નેમીદાસ એક આવા જ ભાવસંપન્ન શ્રેષ્ઠી હતા "સુરતનું શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જિનાલય” તેમની પ્રચંડ પ્રતિભા અપાર ઔદાર્ય અને અજોડ ધર્મનિષ્ઠાની ફલશ્રુતિ છે.
શ્રી જિનલાભસૂરિની વૈરાગ્યવર્ધક વાણીએ આ શ્રેષ્ઠીના અંતરમાં ધર્મભાવનાનો આવિર્ભાવ કર્યો . સ્વપરના એકાન્ત કલ્યાણને કાજે તેમણે સે. ૧૮૨૭ના વૈશાખ સુદ ૧૨ ગુરુવારે પૂ. સૂરિદેવના હસ્તે ભવ્ય મહોત્સવ પૂર્વક ૧૮૧ જિનબિંબોની અંજન શલાકા કરાવી અને ભવ્ય મનોહર જિનચૈત્યમાં શ્રી શીતલનાથ પ્રભુને મૂળનાયક પદે પ્રસ્થાપિત કર્યા. આ જિનાલયના ભૂમિ-ચૈત્યમાં શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ પ્રભુને ગાદીનશીન કર્યા
આ ઉદાર શ્રેષ્ઠિએ પુન: સં ૧૮૨૮ વૈશાખ સુદ ૧૨ બુધવારે આજ જિનાલયમાં અનેક જિનબિંબોને ભવ્ય આડંબર સહિત પ્રતિષ્ઠિત કરાવ્યા.
આ ઉદાર શ્રેષ્ઠીના સુફૃતોના અમર સંભારણા સમો ૧૮૨૯માં નિર્માણ પામેલો એક જિનપ્રાસાદ ગિરિરાજ શ્રી શત્રુંજ્ય પર વિદ્યમાન છે. તેમણે સુરત ઓસવાળ મહોલ્લામાં શ્રી શીતલવાડી ઉપાશ્રયનુ. પણ નિર્માણ કરાવ્યું હતું.
આ શ્રેષ્ઠીના ઔદાર્યને બિરદાવતા તત્કાલીન કવિઓએ તેમને અષાઢી મેઘની ઉપમા આપી હતી. તે સમયમાં તેમણે માત્ર સંઘ ભક્તિમાં ૩૬૦૦૦ द्रવ્યનો વ્યય કર્યો હતો. એક પથ્થરમાંથી કંડારેલી આ પ્રતિમામાં શિલ્પીએ અપાર કલાવૈભવ પાથર્યો છે. કમળના પુષ્પ પર કંડારેલી આકૃતિમાં શિલ્પીની દીર્ઘ કલાસૂઝ વ્યક્ત થાય છે. પ્રભુજીની ચરણોપાસિકા પદ્માવતીની આકૃતિ દેવીના અનહદ ભકિતભાવની સૂચક છે. અપરાધની ક્ષમા યાચતા મેઘમાળીની આકૃતિ અનોખી ભાવસૃષ્ટિનું સર્જન કરે છે, પરિકરમાં દશ ગણધરોની આકૃતિથી આ મૂર્તિ અજોડતા અને અવ્વલતાને ધારણ કરે છે.
સર્વે જિનબિંબોને મૂળ જગ્યાએ રાખીને આ પ્રાચીન ભવ્ય જિનાલયના જીર્ણોદ્ધારનું વિરાટ કાર્ય તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રભાવક બિંબના ધ્યાન અને આલંબનથી તાજેતરમાં જ પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. શ્રીની નિશ્રામાં તપસ્વી મહારાજશ્રી જયસોમ વિજયજીએ ૬૮ ઉપવાસની દીર્ઘ તપશ્વર્યા નિર્વિઘ્ને પૂર્ણ કરી હતી.
પ્રાચીનતાના પુરાવા -
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમ વિજય કૃત "૩૬૫ શ્રી પાર્શ્વનાથ જિન નામમાલા'માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ‘પ્રથમ નજરે પ્રતિમા દર્શન
ઊર્ધ્વકાય સ્થિત આ પ્રતિમાજી મોહનિદ્રામાંથી સહુને ઉઠાડે છે. ઉજજવળ વર્ણનાં આ પ્રતિમાજી અંતરની કાલિમાને ઉડાડે છે. સહસ્રફણાથી શોભતા આ પ્રભુજીને નિત્ય સહસ્રાધિક ભાવુકો જુહારે છે. ૫૮ ઈચ ઊંચા આ પ્રભુજી ઉપાસકને ઉચ્ચપંથે ચડાવે છે. ૧૭ ઈંચ પહોળા આ પ્રભુજી કાર્યોત્સર્ગ મુદામાં બિરાજે છે. પનોતા પુણ્યનાં સ્વામી આ પ્રતિમાજી પ્રેક્ષકને પુણ્યવંતો બનાવે છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી -
કાયોત્સર્ગ મુદામાં બિરાજતાં આ પ્રતિમાના દર્શન અનેરો આહ્લાદ ઉત્પન્ન કરે છે. સહસ્રફણાથી આચ્છાદિત આ પરમાત્માની આકૃતિ અતિ મોહક જણાય છે. આ પ્રતિમાજીનું અનુપમરૂપ નિહાળતાં તેમાં કલા અને સૌંદર્યનો અપાર વૈભવ છતો થયેલો જણાય છે. પરમાત્માના દેહની અનુપમ કાન્તિ દર્શકના હૃદયમાં દિવ્ય ઉજાસ પાથરે છે. આ પ્રતિમાના દર્શને નિત્ય સેંકડો દર્શનાર્થીઓ ઉમટે છે. સહસ્રફણાનું છત્ર ધારણ કરનારા આ પ્રભુજી ભકતજનોને માથે સ્વયં છત્ર સ્વરૂપ છે.
પૂર્વના શ્રેષ્ઠીઓ પાસે અપાર વૈભવ હતો પણ એ વૈભવને તેમણે ઔદાર્યથી અલંકૃત કર્યો હતો. તેમની પાસે સત્તા હતી તો ધર્મક્ષેત્રોના વિકાસાર્થે જ સત્તાનો સદુપયોગ કર્યો હતો. તેમની પાસે શાણપણ હતું તો ધર્મ અને ધર્મીઓના ઉત્કર્ષ કાજે તેનો વિનિયોગ કર્યો હતો. સુરતના શેઠશ્રી ભાઈદાસ નેમીદાસ એક આવા જ ભાવસંપન્ન શ્રેષ્ઠી હતા "સુરતનું શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જિનાલય” તેમની પ્રચંડ પ્રતિભા અપાર ઔદાર્ય અને અજોડ ધર્મનિષ્ઠાની ફલશ્રુતિ છે.
શ્રી જિનલાભસૂરિની વૈરાગ્યવર્ધક વાણીએ આ શ્રેષ્ઠીના અંતરમાં ધર્મભાવનાનો આવિર્ભાવ કર્યો . સ્વપરના એકાન્ત કલ્યાણને કાજે તેમણે સે. ૧૮૨૭ના વૈશાખ સુદ ૧૨ ગુરુવારે પૂ. સૂરિદેવના હસ્તે ભવ્ય મહોત્સવ પૂર્વક ૧૮૧ જિનબિંબોની અંજન શલાકા કરાવી અને ભવ્ય મનોહર જિનચૈત્યમાં શ્રી શીતલનાથ પ્રભુને મૂળનાયક પદે પ્રસ્થાપિત કર્યા. આ જિનાલયના ભૂમિ-ચૈત્યમાં શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ પ્રભુને ગાદીનશીન કર્યા
આ ઉદાર શ્રેષ્ઠિએ પુન: સં ૧૮૨૮ વૈશાખ સુદ ૧૨ બુધવારે આજ જિનાલયમાં અનેક જિનબિંબોને ભવ્ય આડંબર સહિત પ્રતિષ્ઠિત કરાવ્યા.
આ ઉદાર શ્રેષ્ઠીના સુફૃતોના અમર સંભારણા સમો ૧૮૨૯માં નિર્માણ પામેલો એક જિનપ્રાસાદ ગિરિરાજ શ્રી શત્રુંજ્ય પર વિદ્યમાન છે. તેમણે સુરત ઓસવાળ મહોલ્લામાં શ્રી શીતલવાડી ઉપાશ્રયનુ. પણ નિર્માણ કરાવ્યું હતું.
આ શ્રેષ્ઠીના ઔદાર્યને બિરદાવતા તત્કાલીન કવિઓએ તેમને અષાઢી મેઘની ઉપમા આપી હતી. તે સમયમાં તેમણે માત્ર સંઘ ભક્તિમાં ૩૬૦૦૦ દ્રવ્યનો વ્યય કર્યો હતો. એક પથ્થરમાંથી કડારેલી આ પ્રતિમામાં શિલ્પીએ અપાર કલાવૈભવ પાથર્યો છે. કમળના પુષ્પ પર કંડારેલી આકૃતિમાં શિલ્પીની દીર્ઘ કલાસૂઝ વ્યક્ત થાય છે. પ્રભુજીની ચરણોપાસિકા ૫માવતીની આકૃતિ દેવીના અનહદ ભકિતભાવની સૂચક છે. અપરાધની હામા યાચતા મેઘમાળીની આકૃતિ અનોખી ભાવસૃષ્ટિનું સર્જન કરે છે, પરિકરમાં દશ ગણધરોની આકૃતિથી આ મૃર્તિ અજોડતા અને અવ્વલતાને ધારણ કરે છે.
સર્વે જિનબિંબોને મૂળ જગ્યાએ રાખીને આ પ્રાચીન ભવ્ય જિનાલયના જીર્ણોદ્ધારનુ વિરાટ કાર્ય તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રભાવક બિંબના ધ્યાન અને આલંબનથી તાજેતરમાં જ પૂ. આ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. શ્રીની નિમામાં તપસ્વી મહારાજની જયસોમ વિજયજીએ ૬૮ ઉપવાસની દીર્ઘ તપમર્યા નિર્વિઘ્ને પૂર્ણ કરી હતી.
પ્રાચીનતાના પુરાવા -
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમ વિજય કૃત "૩૬૫ શ્રી પાર્શ્વનાથ જિન નામમાલા'માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ‘સહસ્રફણા'નામનો ઉલ્લેખ છે.
સત્તરમા સૈકામાં રચાયેલી મી રત્નકુશલ કૃત "શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન"માં શ્રી સહસ્રફણા પાર્શ્વનાથને સુખના આવાસ ગણાવવામાં આવ્યા છે.
સં. ૧૬૦૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત મી પાર્શ્વનાથ સ્તવન "માં આ નામનો નિર્દેશ છે.
સં. ૧૭૨૧માં રચાયેલી મી મેઘ વિજય ઉપાધ્યાય કૃત 'શ્રી પાર્શ્વનાથ નામમાલા''માં પણ આ નામનો ઉલ્લેખ છે. ઉલ્લેખ છે.
અઢારમાં સૈકામાં શ્રી જ્ઞાન વિમલે રચેલા ‘૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં પણ આ નામનો નિર્દેશ થયેલો છે.
સં. ૧૮૮૧માં શ્રી ઉત્તમ વિજયે “શ્રી પાર્શ્વ પ્રભુના ૧૦૮ નામના છંદ”માં શ્રી સહસ્રફણા પાર્શ્વનાથજીની પણ સ્તવના કરી છે.
સૂરતના શ્રી સહસ્રફણા પાર્શ્વનાથજીના પ્રતિષ્ઠાકારક શ્રી જિનલાભસૂરિએ આ પ્રભુજીનું એક સ્તવન રચેલું છે.
શ્રી ક્ષમાકલ્યાણ આદિ અનેક કવિઓએ આ તીર્થ સંબંધી સ્તવનો રચ્યાં છે.
શ્રી મોહનલાલજી કૃત “શ્રી રત્નસાર-ભા-૨”માં શ્રી ભાઈદાસ શેઠના સુકૃતોનું આલેખન થયેલું છે.
પ્રભુનાં ધામ અનેક —
શ્રી સહસ્રણા પાર્શ્વનાથજીનું મુખ્ય તીર્થ સૂરતમાં ગણાય છે. તદુપરાંત ભારત-ભરમાં અનેક સ્થળોએ શ્રી સહસ્રણા પાર્શ્વનાથજીનાં નયન રમ્ય બિંબો બિરાજમાન છે. અમદાવાદમાં લાંબેસરની પોળ, શાંતિનાથજીની પોળ, તળિયાની પોળ, અને સમેત શિખરની પોળમાં, પાટણના ટાંગડિયા વાડામાં, રાધનપુરની બંબાવાળી શેરીમાં, સણવાલ (જિ.-બનાસકાંઠા) તથા વડનગરમાં પણ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી બિરાજે છે.શ્રી શત્રુંજ્ય તીર્થાધિરાજ
પર આરસવાળા દેરાના મેડા ઉપર તથા તેની સામે પાલીતાણામાં મોતી સુખીયાની ધર્મશાળા, અને નરસી કેશવજીની ધર્મશાળામાં તથા ગિરનાર મેરકવસીમાં પણ આ નામના પ્રતિમાજી છે. જોધપુરમાં કોલરી તથા ગોરાંકા તળાવ પર ઉદેપુરની માલદાસ શેરીમાં અને જયપુરમાં પણ આ નામના પ્રતિમાજી બિરાજે છે. મુંબઈમાં પાયધુની શ્રી આદિનાથજી જિનાલયમાં અને મહારાષ્ટ્રના રોપલા ગામમાં પણ આ પ્રતિમાજી છે.
ભિલડિયાજી તીર્થની ૧૩મી દેરીમાં. જીરાવલા તીર્થ ૪૧મી દેરીમાં, કાવી તીર્થની ભમતીની એક દેરીમા અને શાન્તાક્રુઝ (મુંબઈ) શ્રી કલિકુંડ પાર્શ્વનાથજી જિનાલયની ભમતીના એક ગોખલામાં અને મુંબઈ બાબુલનાથ રોડ ઉપર ભવ્ય જિનાલયમાં પણ આ પાર્શ્વનાથજી બિરાજે છે.
પ્રભુના ધામની પિછાણ
સૂરત ગોપીપુરામાં શ્રી શીતલનાથજીના ભોંયરામાં શ્રી સહસરૂણા પાર્શ્વનાથજી બિરાજે છે.
સૂરતમાં અનેક મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓ બનેલી છે. અનેક મહાપુરુષોની તે જન્મભૂમિ છે.