Jan 2024 – Jainonline https://jainonline.org The magnificent teachings of Lord Mahavira Sat, 13 Apr 2024 11:28:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://i0.wp.com/jainonline.org/wp-content/uploads/2023/12/cropped-Jainonline.png?fit=32%2C32&ssl=1 Jan 2024 – Jainonline https://jainonline.org 32 32 225108626 સૂત્ર સિક્રેટ | સિદ્ધાંત દિવાકર – સંસ્કાર બુક https://jainonline.org/2023/12/07/%e0%aa%b8%e0%ab%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%9f-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be%e0%aa%82%e0%aa%a4-%e0%aa%a6/ https://jainonline.org/2023/12/07/%e0%aa%b8%e0%ab%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%9f-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be%e0%aa%82%e0%aa%a4-%e0%aa%a6/#respond Thu, 07 Dec 2023 18:08:58 +0000 https://jainonline.org/?p=5645 સૂત્ર સિક્રેટ Sutra Secret

નમસ્કાર મહામંત્ર

વ્હાલા બાળકો!

તમને નવકાર મહામંત્ર તો આવડતો જ હશે. કદાચ તમે દરરોજ 7-8 વાર જાપ પણ કરતાં હશો, પરંતુ... નવકાર મંત્રનો

અર્થ આવડે છે?

પ્રભાવ ચમત્કાર ખબર છે?

ઇતિહાસ સાંભળ્યો છે?

તો, આ સૂત્ર સિક્રેટ તમારા માટે જ છે. થઈ જાવ તૈયાર...

The post સૂત્ર સિક્રેટ | સિદ્ધાંત દિવાકર – સંસ્કાર બુક appeared first on Jainonline.

]]>
સૂત્ર સિક્રેટ Sutra Secret

નમસ્કાર મહામંત્ર

વ્હાલા બાળકો!

તમને નવકાર મહામંત્ર તો આવડતો જ હશે. કદાચ તમે દરરોજ 7-8 વાર જાપ પણ કરતાં હશો, પરંતુ… નવકાર મંત્રનો

અર્થ આવડે છે?

પ્રભાવ ચમત્કાર ખબર છે?

ઇતિહાસ સાંભળ્યો છે?

તો, આ સૂત્ર સિક્રેટ તમારા માટે જ છે. થઈ જાવ તૈયાર…

નવકાર પ્રભાવ :

નવકારના 1-1 અક્ષર પર 1008 વિદ્યાદેવીઓનો વાસ છે.

નવકારનો 1-1 અક્ષરના જાપથી નરકના 7 સાગરોપમના દુ:ખો નાશ પામે છે. સંપૂર્ણ 1 નવકારના જાપથી 500 સાગરોપમના નરકના દુ:ખ દૂર થાય છે.

સૂત્ર પરિચય

મૂળ નામ      : શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ

પ્રસિદ્ધ નામ    : શ્રી નમસ્કાર મહામંત્ર

અક્ષર  : 68

ગુરુ અક્ષર :   લઘુ અક્ષર :

સંપદા : 8

રચયિતા       : – (નવકાર મંત્ર શાશ્ર્વત છે. અનાદિ-અનંત છે. માટે તેના કોઈ રચયિતા નથી.)

નમો અરિહંતાણં

નમો =  હું નમસ્કાર કરું છું

અરિહંતાણં = અરિહંત પરમાત્માને

અરિહંત પરમાત્માને હું વંદન કરું છું.

‘અરિહંત’ એટલે કોણ?

અરિ = શત્રુ

હંત = હણનાર.

જે શત્રુઓનો નાશ કરે તે અરિહંત.

તો બાળકો! આપણને પ્રશ્ર્ન ન થાય કે,

ચક્રવર્તીને અરિહંત ના કહેવાય?

કારણ કે તેણે છ ખંડના બધા જ શત્રુઓને હરાવી દીધા છે.

વિશ્ર્વ વિજેતા નેપોલિયન અને સિકંદરને અરિહંત ના કહેવાય?

કારણ કે તેઓએ આખી દુનિયાના શત્રુઓને જીત્યા હતા.

બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરને અરિહંત ના કહેવાય?

કારણ કે તેઓ એક સમયે અમેરિકા ને ભારત જેવા દેશોના સમ્રાટ હતા. ……….. દેશો તેમના ગુલામ હતા.

વર્લ્ડકપની વિજેતા ટીમને અરિહંત ના કહેવાય?

કારણ કે તેમણે પણ પોતાની બધી જ હરીફ ટીમને હરાવી દીધી છે.

ના કહેવાય.

કારણ કે એક વાર જીત્યા પછી ફરી પણ ક્યારેક હાર થવાની હોય તો તે સાચી જીત નથી.

નેપોલિયન પણ છેવટે ફ્રાંસ સામે હારી ગયો.

બ્રિટનના ગુલામ દેશો આજે આઝાદ થઈ ગયા ને બ્રિટનથી યે વધુ સમૃદ્ધ બની ગયા છે.

એક વખતની વર્લ્ડકપ વિજેતા ટીમ શું હંમેશા વર્લ્ડકપ જીતે જ છે? ના, હારી જાય છે.

અને, ચક્રવર્તી જેવો ચક્રવર્તી પણ છેવટે મોત સામે તો હારી જ જાય છે અને મરવાની ઇચ્છા ન હોવા છતાં ય તેને મરવું જ પડે છે.

તો આપણો સાચો શત્રુ કયો?

આપણી સાચી જીત કઈ? જે જીતી લીધા પછી ક્યારેય હારવું જ ન પડે.

પરમાત્મા મહાવીર સ્વામીએ એવા તે કયા શત્રુ પર વિજય મેળવ્યો કે જેથી તેઓ ‘અરિહંત = શત્રુ વિજેતા’ કહેવાય?

જાણો આવતા અંકે…

The post સૂત્ર સિક્રેટ | સિદ્ધાંત દિવાકર – સંસ્કાર બુક appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2023/12/07/%e0%aa%b8%e0%ab%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%9f-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be%e0%aa%82%e0%aa%a4-%e0%aa%a6/feed/ 0 5645
Once Upon a Time | સિદ્ધાંત દિવાકર – સંસ્કાર બુક https://jainonline.org/2023/12/07/siddhant-divakar-magazine/ https://jainonline.org/2023/12/07/siddhant-divakar-magazine/#respond Thu, 07 Dec 2023 17:33:36 +0000 https://jainonline.org/?p=5631 વન્સ એપોન અ ટાઇમ : 2550 વર્ષ પહેલાંની વાત છે. પરમાત્મા મહાવીર સ્વામીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. કેલવજ્ઞાન એટલે શું. ખબર છે તમને? જે જ્ઞાનથી ત્રણે ય લોક અને અને અલોક એક સાથે જોઈ શકાય તેને ‘કેવલજ્ઞાન’ કહેવાય. પરમાત્મા મહાવીર સ્વામીના કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી કરવા દેવલોકમાંથી દેવેન્દ્રો અને મનુષ્યલોકમાંથી નરેન્દ્રો પણ આવ્યા છે. કેલવજ્ઞાન કલ્યાણક પછીના બીજા દિવસની ઘટના છે. તે દિવસ હતો : વૈશાખ સુદ-11નો. અને સ્થળ છે : પાવાપૂરીનું. સવારનો સમય છે. દેવોએ પરમાત્મા મહાવીર સ્વામીની દેશના માટે સમવસરણની રચના કરી છે. 3 ગઢના સમવસરણમાં નીચેનો ગઢ ચાંદીનો છે. વચ્ચેનો ગઢ સોનાનો છે અને જે ગઢમાં પરમાત્મા...

The post Once Upon a Time | સિદ્ધાંત દિવાકર – સંસ્કાર બુક appeared first on Jainonline.

]]>
વન્સ એપોન અ ટાઇમ :

2550 વર્ષ પહેલાંની વાત છે.

પરમાત્મા મહાવીર સ્વામીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે.

કેલવજ્ઞાન એટલે શું. ખબર છે તમને? જે જ્ઞાનથી ત્રણે ય લોક અને અને અલોક એક સાથે જોઈ શકાય તેને ‘કેવલજ્ઞાન’ કહેવાય.

પરમાત્મા મહાવીર સ્વામીના કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી કરવા દેવલોકમાંથી દેવેન્દ્રો અને મનુષ્યલોકમાંથી નરેન્દ્રો પણ આવ્યા છે.

કેલવજ્ઞાન કલ્યાણક પછીના બીજા દિવસની ઘટના છે. તે દિવસ હતો : વૈશાખ સુદ-11નો. અને સ્થળ છે : પાવાપૂરીનું.

સવારનો સમય છે. દેવોએ પરમાત્મા મહાવીર સ્વામીની દેશના માટે સમવસરણની રચના કરી છે.

3 ગઢના સમવસરણમાં નીચેનો ગઢ ચાંદીનો છે. વચ્ચેનો ગઢ સોનાનો છે અને જે ગઢમાં પરમાત્મા મહાવીર સ્વામી બિરાજમાન થયા છે તે ગઢ રત્નોનો બનેલો છે.

અશોકવૃક્ષની નીચે સિંહાસન પર બિરાજેલા પરમાત્મા મહાવીર સ્વામી દેશના ફરમાવી રહ્યા છે.

આ બાજુ,

જ્યાં સમવસરણ છે ત્યાંથી થોડેક દૂર કેટલાક બ્રાહ્મણ પંડિતો ભેગા થયા છે અને હોમ-હવન કરી રહ્યા છે.

ત્યારે આકાશમાંથી નીચે આવતા દેવોને જોઈ એક પંડિત કહે છે : ‘જુઓ, જુઓ આપણા આ યજ્ઞનો કેવો પ્રભાવ છે કે દેવો પણ નીચે આવી રહ્યા છે.’

પરંતુ, હજી તો આ બડાશ હાંકવાની પૂરી થાય તે પહેલાં તો દેવો આગળ જવા લાગ્યા.

આ પંડિતને આંચકો લાગ્યો ને જોરથી બોલ્યો : ‘અરે, તમે ભૂલા પડ્યા લાગો છો. યજ્ઞ તો અહીંયા ચાલે છે ને તમે આગળ ક્યાં જાવ છો? ડેસ્ટીનેશન ભૂલી ગયા કે શું?’

દેવ કહે : ‘ના, ના. અમે તમારા યજ્ઞ માટે નથી આવ્યા.’

આઘાત સાથે પંડિતો પૂછે છે : ‘તો કોના માટે આવ્યા છો?’ ‘લો તમને ખબર નથી? જૈનોના 24મા તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીને કેવલજ્ઞાન થયું છે. તેમની દેશના સાંભળવા અને તેમની સેવા કરવા અમે જઈએ છીએ.’ દેવે જવાબ આપ્યો.

આ પંડિત કહે છે : ‘મૂરખાઓ છો તમે. સાચો ધર્મ તો અમે અહીં કરીએ છીએ. આ વળી મહાવીર નામનો નવો ધૂતારો કોણ આવ્યો છે? જે તમારા જેવા દેવોને પણ ઉલ્લુ બનાવી જાય છે!’

દેવને તો ઉતાવળ થતી હતી, ભગવાન પાસે જવાની. તેથી તે તો આ પંડિતને જવાબ આપ્યા વિના જ જતો રહ્યો.

પણ અહીંયા તો આ પંડિતનો અહંકાર છંછેડાયો : ‘આવું કેવી રીતે ચાલે? સાચો સર્વજ્ઞ તો હું છું. હું જઈને જોઉં તો ખરો કે તે મહાવીર છે કોણ? બસ હમણાં જ તેની પાસે જાઉં. તેની સાથે વાદ (ડિબેટ) કરું. તેને હરાવી દઉં અને મારી જાતને સર્વજ્ઞ સાબિત કરી દઉં.’

500 ચેલાઓની સાથે આ પંડિત ભગવાન મહાવીર સ્વામી સાથે વાદ કરવા ને તેમને હરાવી દેવાની ડંફાસ મારતો જાય છે.

આ પંડિત કોણ છે? જે ભગવાનને પણ ઓળખતો નથી અને તેમને હરાવવાની ઇચ્છા રાખે છે?

જાણો આવતા મહિને…

The post Once Upon a Time | સિદ્ધાંત દિવાકર – સંસ્કાર બુક appeared first on Jainonline.

]]>
https://jainonline.org/2023/12/07/siddhant-divakar-magazine/feed/ 0 5631