વન્સ અપોન અ ટાઈમ - પ્રભુવીરના 6ઠ્ઠા પટ્ટધર સંભૂતિ સૂરિવર
Home > Magazine > Gujarati Magazine > Issue : 10 Oct 2024 > વન્સ અપોન અ ટાઈમ

પ્રભુવીરના 6ઠ્ઠા પટ્ટધર - સંભૂતિ સૂરિવર
પૂજ્યપાદ શ્રુતકેવલી સંભૂતિસૂરિ મહારાજાનો જન્મ બ્રાહ્મણકુળમાં થયો હતો. તે વર્ષ હતું : વીર નિર્વાણ 66નું.
પરમાત્મા મહાવીર સ્વામીના પાંચમા પટ્ટધર શ્રી યશોભદ્ર સૂરિ મહારાજાના ઉપદેશથી તેઓ જૈનધર્મને સમજ્યા અને જૈનધર્મનું પાલન કરવા લાગ્યા. સમય પસાર થતો ગયો.
યુવાન સંભૂતિના મનમાં વૈરાગ્ય પ્રગટે છે. સંસાર છોડી તેઓ પૂ. યશોભદ્ર સૂરિ મ. પાસે દીક્ષા લે છે. 42 વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ મુનિ સંભૂતિ વિજય જ્ઞાન-અભ્યાસ કરે છે. 14 પૂર્વના પારગામી બને છે.
ગુરુદેવશ્રી યશોભદ્ર સૂરિ મ. તેમની યોગ્યતા જોઈ આચાર્યપદ આપે છે. પોતાની પાટ સોંપે છે. આ સાથે, વીર નિર્વાણ 148મા વર્ષે આચાર્ય શ્રી સંભૂતિ સૂરિ મહારાજા પરમાત્મા મહાવીર સ્વામીના છઠ્ઠા પટ્ટધર બને છે.
આચાર્યની શોભા શિષ્યપરિવારથી વધતી હોય છે. પૂજ્ય સ્થૂલભદ્રસ્વામી જેવા પ્રખર વિદ્વાન શિષ્યોથી શોભતા પૂજ્ય સંભૂતિસ્વામી પરમાત્માના શાસનને વહન કરે છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms