સૂત્ર સિક્રેટ - બ્રહ્મચર્ય, જાણો ખરાબ વિચારોથી મનને કેવી કેવી રીતે બચાવી શકાય.
Home > Magazine > Gujarati Magazine > Issue : 2 | Feb 2025 > સૂત્ર સિક્રેટ

પંચિદિય સૂત્ર
तह नवविह बंभचेर गुत्तिधरो :
तह = તથા, नवविह = નવ પ્રકારની, बंभचेर = બ્રહ્મચર્યની, गुत्ति = ગુપ્તિ-વાડને, धरो = ધારણ કરનારા.
બ્રહ્મ એટલે શુભ ક્રિયા અને ચર્ય એટલે આચરણ.
શુભ ક્રિયાઓનું આચરણ કરવું એટલે બ્રહ્મચર્ય.
આ શુભ ક્રિયાઓ કરતી વખતે જે-જે બાબતો આપણા મનને વિચલિત કરે, તેવી બાબતોથી દૂર રહેવું તે પણ બ્રહ્મચર્ય છે.
જેમ ખેડૂત ખેતરમાં અનાજ ઉગાડે, પરંતુ ખેતરની ચારે બાજુ જો વાડ ન કરે તો કોઈ પણ પશુ-પ્રાણી ખેતરમાં ઘુસી જાય અને અનાજ ખાઈ જાય. માટે જ, ખેતરમાં કાંટાની વાડ કરવામાં આવે છે.
તે રીતે, આપણી ધર્મક્રિયાઓ અનાજ જેવી છે. તેને જો નિયમોની વાડ કરીને સુરક્ષિત ન કરીએ, તો કેટલાય અશુભ વિચારો આપણી શુભ ક્રિયાને બગાડી જાય. તેવું ના થાય માટે જ તીર્થંકર પરમાત્માએ નિયમ-વાડ બતાવી છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms