પૂજા પરફેક્ટ - જિનપૂજા , પ્રક્ષાલ પૂજા કરવામાં પહેલા કેમ દૂધ જ વપરાય? બીજું કોઈ liquid ન વપરાય? જાણો આનું કારણ..
Home > Magazine > Gujarati Magazine > Issue : 7 | July 2024 > પૂજા પરફેક્ટ
.jpg)
અષ્ટપ્રકારી પૂજા
પહેલી પૂજા : જલપૂજા
જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે, ત્યારે દેવલોકમાં ઇન્દ્રના સિંહાસન ચલાયમાન થાય છે. અને તેથી જ ઇન્દ્રને પરમાત્માના જન્મની જાણકારી મળે છે.
ઇન્દ્રમહારાજા ખુદ પોતે જ પરમાત્માને લઈ મેરુશિખર પર આવે છે, કરોડો દેવી-દેવતાઓ મેરુશિખર પર પરમાત્માનો જન્માભિષેક કરવા ભેગા થાય છે. પરમાત્માને અભિષેક કરવા માટે ‘ક્ષીરોદધિ’ નામના સમુદ્રમાંથી પાણી લાવવામાં આવે છે.
ક્ષીરોદધિ એટલે એવો સમુદ્ર, જેમાં શુદ્ધ-સ્વચ્છ-મીઠું પાણી જ હોય છે, પણ તે પાણીનો રંગ દૂધ જેવો સફેદ હોય છે.
કરોડો દેવી-દેવતાઓ સાથે, 64 ઇન્દ્રો ભેગા મળીને, 1 કરોડ 64 લાખ કળશો, ઢોલ-શહેનાઈ જેવા વાજિંત્રો, ઘંટનાદ અને શંખનાદના મધુર સંગીતની સાથે પરમાત્માનો જન્માભિષેક થાય છે.
બાળકો, આપણે જ્યારે આપણા જિનાલયમાં પરમાત્માનો અભિષેક કરીએ ત્યારે ઇન્દ્રોએ મેરુશિખર પર જેવો જન્માભિષેક ઉજવ્યો, તેવા જન્માભિષેકને ફિલ કરવા માટે આજે પણ આપણે જલપૂજામાં
શુદ્ધ પાણીમાં થોડું દૂધ ઉમેરી પાણીનો રંગ દૂધ જેવો કરીએ છીએ.
ઢોલ, ઘંટના નાદ સાથે અને ‘મેરુશિખર નવરાવે સુરપતિ’ના ગીત સાથે પરમાત્માનો અભિષેક કરીએ છીએ.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms
Tags : Jinpooja, prakshalpooja, Abhishek, poojavidhi