સ્ટોરી - કૃષ્ણ મહારાજા અને જરાસંઘ
Home > Magazine > Gujarati Magazine > Issue : 7 | July 2024 > સ્ટોરી - કૃષ્ણ મહારાજા અને જરાસંઘ
વાસુદેવ કૃષ્ણ અને પ્રતિવાસુદેવ જરાસંધ.
બંનેનું યુદ્ધ જોરમાં જામ્યું છે. કૃષ્ણ અને તેના યાદવ સૈનિકો જરાસંધના સૈન્યને જોરદાર ટક્કર આપી રહ્યા છે.
તેટલામાં જ, પોતાના સૈન્યની પીછેહઠ જોઈને જરાસંધે કૃષ્ણના સૈન્ય પર ‘જરા’ નામની વિદ્યાનો પ્રયોગ કર્યો.
જરા એટલે ઘડપણ. આ વિદ્યાની અસરથી કૃષ્ણના બધા જ સૈનિકો ‘ઘરડાં’ થઈ ગયા. ઉંમરથી તેઓ યુવાન હતાં, પણ ઘરડા માણસ જેવા શક્તિ વગરના થઈ ગયા. શસ્ત્ર ચલાવીને યુદ્ધ તો દૂર, પોતાના પગ ઉપર ઊભા રહેવાની તાકાત પણ તેમની ન રહી. બધા યુદ્ધના મેદાનમાં જ પડી ગયા!
મરેલા જેવા સૈનિકોને મારી નાખવામાં જરાસંધને વાર કેટલી?
શ્રીકૃષ્ણ તરત જ નેમિકુમાર (નેમિનાથ પરમાત્માની હજી દીક્ષા થઈ ન’તી. તેઓ પણ આ યુદ્ધમાં શ્રીકૃષ્ણના પક્ષે હતા.) પાસે જાય છે અને સૈન્યનું રક્ષણ કરવાનું કહે છે.
નેમિકુમાર કહે છે : ‘તમે પદ્માવતી માતાની આરાધના કરો. તેમની પાસે શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ પરમાત્માની પ્રતિમા માંગો.’
શ્રીકૃષ્ણ અઠ્ઠમનો તપ કરી પદ્માવતીદેવીને પ્રસન્ન કરે છે. માતા પદ્માવતી પાસેથી શંખેશ્ર્વર પાર્શ્ર્વપ્રભુની પ્રતિમા મેળવે છે.
શ્રીકૃષ્ણ પ્રભુનો અભિષેક કરે છે. અને પરમાત્માના ન્હવણજલને યુદ્ધમેદાનમાં ‘ઘરડા’ થઈ ગયેલા સૈનિકો પર છાંટે છે.
પ્રભુના ન્હવણજલનો અચિંત્ય મહિમા! માત્ર ન્હવણજલના છંટકાવથી પેલી ‘જરા’ વિદ્યા ભાગી જાય છે. સૈનિકો પૂરા જોશથી યુદ્ધ લડે છે. શ્રીકૃષ્ણ તે યુદ્ધ જીતી જાય છે.
બધી જ આધિ-વ્યાધિ ને ઉપાધિ પ્રભુના ન્હવણજલથી દૂર થઈ જાય છે!
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Jain story, Krishna Maharaja, jarasangh, shankheshvar parshvanath, Padmavati Mata, Abhishek, jaravidya, neminath