સૂત્ર સિક્રેટ - નમસ્કાર મહામંત્ર
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ - નમસ્કાર મહામંત્ર
Issue : 1 | Jan 2024
વ્હાલા બાળકો!
તમને નવકાર મહામંત્ર તો આવડતો જ હશે. કદાચ તમે દરરોજ 7-8 વાર જાપ પણ કરતાં હશો, પરંતુ… નવકાર મંત્રનો અર્થ આવડે છે?
પ્રભાવ ચમત્કાર ખબર છે?
ઇતિહાસ સાંભળ્યો છે?
તો, આ સૂત્ર સિક્રેટ તમારા માટે જ છે. થઈ જાવ તૈયાર…
નવકાર પ્રભાવ :
નવકારના 1-1 અક્ષર પર 1008 વિદ્યાદેવીઓનો વાસ છે.
નવકારનો 1-1 અક્ષરના જાપથી નરકના 7 સાગરોપમના દુ:ખો નાશ પામે છે. સંપૂર્ણ 1 નવકારના જાપથી 500 સાગરોપમના નરકના દુ:ખ દૂર થાય છે.
સૂત્ર પરિચય
મૂળ નામ : શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ
પ્રસિદ્ધ નામ : શ્રી નમસ્કાર મહામંત્ર
અક્ષર : 68
ગુરુ અક્ષર : લઘુ અક્ષર :
સંપદા : 8
રચયિતા : – (નવકાર મંત્ર શાશ્ર્વત છે. અનાદિ-અનંત છે. માટે તેના કોઈ રચયિતા નથી.)
નમો અરિહંતાણં
નમો = હું નમસ્કાર કરું છું
અરિહંતાણં = અરિહંત પરમાત્માને
અરિહંત પરમાત્માને હું વંદન કરું છું.
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Jain Magazine, Jain sutra