સૂત્ર સિક્રેટ - જાણે જેની સરખામણી સાપ સાથે કરવામાં આવી છે એ માયા કષાય વિશે.... એટલે કે છળ કપટ, cheating
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

चउव्विह-कसाय-मुक्को
કષાય - 3. માયા :
માયા એટલે?
માણસ મનમાં વિચારે કંઈક અલગ, બોલે કંઈક અલગ અને કરે તો કંઈક ત્રીજું જ, તેનું નામ માયા!
કંઈક બોલીને પાછા ફરી જવું તેને જૂઠ કહેવાય!
પરંતુ, પ્લાનિંગ સાથે જ ખોટું બોલવું, છુપાવવું, તે માયા!
‘ડબ્બામાં ઉતારવું’ તે કહેવત ‘માયા’ના પ્રભાવે પડી છે.
માયાવી માણસ ‘ઠગ’ કહેવાય છે અને દિલ્હીના ઠગ આખી દુનિયામાં ફેમસ છે!
માયા કોના જેવી?
સાપ જેવી. માણસ ગમે તેવા ‘યોગા’ કરે, છતાં તેના પગ ક્યાં છે? ને માથું ક્યાં છે? તે તરત જ ઓળખાઈ જાય. પરંતુ સાપ? સાપ પોતાનું શરીર એટલું બધું ગોળ-ગોળ વાળી દે છે કે, તેની પૂંછડી ક્યાં છે ને માથું ક્યાં છે? તે સમજી જ ના શકાય.
માયાવી માણસો કોઈ પણ વાત એવી ગોળ-ગોળ ફેરવીને બોલે કે, હકીકતે સાચું શું છે? અને તેના મનમાં શું છે? તે જ જાણી શકાતું નથી.
માયાથી નુકસાન :
શ્રી દશવૈકાલિકમાં લખ્યું છે : ‘माया मित्ताणि नासेइ।’
જે માણસ માયા કરે છે, તેના બધા ‘મિત્રો’ તેની સાથે દોસ્તી તોડી નાખે છે. કારણ કે, માયાવી માણસ વિશ્વાસલાયક હોતો નથી.
‘માયાવી નર ફીટીને રે, પામે સ્ત્રીનો અવતાર.’ (માયાની સજ્ઝાય)
માયા કરનારો માણસ, મૃત્યુ પામીને ભવાંતરમાં સ્ત્રીનો અવતાર પામે છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms