Jainism - Science : વંદન ,
Home > Magazine > Gujarati Magazine > > Jainism - Science : વંદન ,
વંદન
દરેક વ્યક્તિ સાથે વાતચીત કરવાના ચોક્કસ શબ્દો હોય છે, વ્યક્તિએ વ્યક્તિએ આપણા શબ્દો બદલાતા હોય છે.
ભાઈ કે ભાઈબંધ સાથેની ભાષા યાર, Hi-Bye જેવી Friendly હોય છે, જ્યારે Teacher કે Sir સાથેની વાતોમાં બોલવાનો ટોન એકદમ Respectful હોય છે. આ બધા Communicationને Code of Conduct કહેવાય.
એ જ રીતે આપણા શાસનમાં વંદન કરવાનો પણ Code છે. કોઈ વ્યક્તિ મળે, ત્યારે તેને કેવી રીતે નમસ્કાર કરવા? તેની વિધિ છે.
વંદન કેટલા પ્રકારે છે?
વંદનના ત્રણ પ્રકાર છે.
(1) થોભ વંદન : સાધુ-સાધ્વીજીને માત્ર હાથ જોડી, મસ્તક નમાવી ‘મત્થએણ વંદામિ’ કહેવું, તેને ‘થોભ વંદન’ કહેવાય.
(2) ફેટા વંદન : ઉપાશ્રયમાં જઈ સાધુ-સાધ્વીજીને ઇચ્છકાર-અબ્ભુઠ્ઠિઓનું વંદન કહેવું, તેને ‘ફેટા વંદન’ કહેવાય.
(3) દ્વાદશાવર્ત વંદન : આચાર્ય ભગવંતને વાંદણાપૂર્વક વંદન = ‘રાઈ મુહપત્તિ’ કરીએ, તેને ‘દ્વાદશાવર્ત વંદન’ કહેવાય.
કોણ કોને કેવી રીતે વંદન કરે છે?
તીર્થંકર પરમાત્મા : સમવસરણમાં પોતાની દેશના શરૂ કરતાં પહેલાં તીર્થંકર પરમાત્મા બે હાથ જોડીને, ‘નમો તિત્થસ્સ’ બોલીને ચતુર્વિધ સંઘને નમસ્કાર કરે છે.
સાધુ ભગવંત : દીક્ષા પર્યાયમાં નાના સાધુ ભગવંતો મોટા સાધુ ભગવંતોને ઇચ્છાકાર-અબ્ભુઠ્ઠિઓ (ફેટા વંદન)નું વંદન કરે છે.
અને મોટા મહાત્માઓ પણ નાના સાધુઓને મત્થએણ વંદામિ (થોભ વંદન)નું વંદન કરે છે.
‘નમસ્કાર મહામંત્ર’માં નાના-મોટા બધા સાધુઓને ‘નમો’ બોલીને નમસ્કાર કરાય છે.
સાધ્વીજી ભગવંત : દીક્ષા પર્યાયમાં નાના સાધ્વીજીઓ મોટા સાધ્વીજીઓને ઇચ્છાકાર-અબ્ભુઠ્ઠિઓ (ફેટા વંદન)નું વંદન કરે છે.
અને મોટા સાધ્વીજીઓ પણ નાના સાધ્વીજીઓને મત્થએણ વંદામિ (થોભ વંદન)નું વંદન કરે છે.
50 વર્ષના દીક્ષા પર્યાયવાળા મોટા સાધ્વીજી ભગવંત પણ આજના નવા-નાના સાધુઓને ઇચ્છાકાર-અબ્ભુઠ્ઠિઓવાળું ફેટા વંદન કરે છે. કારણ કે જૈન ધર્મ શ્રમણ પ્રધાન છે.
શ્રાવક-શ્રાવિકા : રસ્તામાં સાધુ-સાધ્વીજી ભગવંત મળે તો શ્રાવક-શ્રાવિકા મત્થએણ વંદામિ કહે છે. ઉપાશ્રય જઈને સાધુ-સાધ્વીજીઓને ઇચ્છાકાર-અબ્ભુઠ્ઠિઓવાળું ફેટા વંદન કરે છે.
શ્રાવકો સાધ્વીજીઓને મત્થએણ વંદામિ સ્વરૂપ માત્ર થોભ વંદન કરે છે.
શ્રાવક-શ્રાવિકા એકબીજાને મળતાં કે છૂટાં પડતાં Hi-Bye કે Shake hand ન કરે, પરંતુ હાથ જોડી પ્રણામ કરે છે, પ્રણામ એટલે જ નમસ્કાર.
આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ Parents, Elders, મોટા Relativesને પગે લાગીને, હાથ જોડીને ‘પ્રણામ’ કરવાનો રિવાજ છે.
આજનાં Science angle પ્રમાણે વંદનના Science angle છે.
આપણું Full body બે ભાગમાં વહેંચાયેલું છે : Left & Right, આ બંને એકબીજાથી Joint હોવા છતાં અલગ છે. જ્યારે બંને હાથની હથેળીઓ ભેગી થાય ત્યારે Physicsની દૃષ્ટિએ આ બહુ સારી પ્રક્રિયા છે. જ્યારે હથેળીઓ ભેગી થાય ત્યારે શરીરના Positive vibes દરેક અણુ-અણુમાં ફેલાઈ જાય છે.
વંદન કરતી વખતે આપણું મસ્તક ઝૂકે છે, તે કારણે Fresh blood મગજ સુધી પહોંચે, Blood flow વધવાથી યાદશક્તિ Sharp થાય છે. અને ભવિષ્યમાં Alzheimers જેવા રોગો લગભગ થતાં નથી.
વંદન કરવાથી શરીરમાં રહેલી 7 trillion nervesમાં Blood circulation વધવાથી શરીર Healthy રહે છે.
વંદન એક Typeની Exercise છે. તેથી Knee pain, Back pain થતાં નથી. Body fit & fine રહે છે.
વંદન કરવાથી શરીરની Aura શુભ અને શુદ્ધ થાય છે.
Spiritual world માં વંદનના ઘણા લાભ માનેલા છે.
પરમાત્મા કહે છે : વંદન કરવાથી ‘નીચ ગોત્ર’ નામનું કર્મ તૂટે છે. જેથી ભવાંતરમાં હલકા, સંસ્કાર વગરના પરિવારમાં જન્મ થતો નથી. સારા ખાનદાન પરિવારમાં જન્મ મળે છે. દેવ, ગુરુ અને ધર્મ પણ મળે છે.
આજનો કળિયુગ જ્યારે તમને ‘झूकेगा नहीं साला’નું ઝેર આપી દુર્ગતિ સુધી પહોંચાડી દે છે.
ત્યારે આ ‘ઝૂકવાની’ Therapy તમને મોક્ષની સફર સુધી પહોંચાડી દે છે.
તો, ચાલો આજથી મહાત્માઓને વંદન કરીને, વડીલોને પગે લાગીને અને બીજા બધાને હાથ જોડી પ્રણામ કરવાનું શરૂ કરીએ.
Additional Info
Number of pages : 20
Weight : 20.5 kg