સાતમા તીર્થંકર - શ્રી સુપાર્શ્વનાથ
Home > Magazine > Gujarati Magazine > > સાતમા તીર્થંકર
 
							
સાતમા શ્રી સુપાર્શ્વનાથ
જ્યાં પરમાત્મા પાર્શ્વનાથનો જન્મ થયો, તે જ કાશી નામનો દેશ અને વારાણસી નામની નગરી.
આજથી અસંખ્ય વર્ષો પહેલાં આ જ કાશીદેશ ને વારાણસી નગરીમાં સુપ્રતિષ્ઠ નામના રાજા રાજ્ય કરતાં હતાં.
'यथा राजा तथा प्रजा’ - જેવો રાજા, તેવી પ્રજા. આ દુનિયાનો શાશ્વત નિયમ છે.
રાજા સુપ્રતિષ્ઠ પોતે ધાર્મિક અને સંસ્કારી હતો, માટે વારાણસી નગરીના પ્રજાજનો ધાર્મિક અને સંસ્કારી હતાં.
રાજા સુપ્રતિષ્ઠને ‘પૃથ્વી’ નામે રાણી છે.
એક રાત્રિની ઘટના છે.
પૃથ્વી રાણી પોતાના શયનખંડમાં સૂતા છે, ત્યારે તેઓ 14 સ્વપ્નો જુવે છે. એ 14 સ્વપ્ન, જે માત્ર તીર્થંકરની માતા જ જુવે!
પૃથ્વીરાણીએ 14 સ્વપ્ન જોયા, એટલે નક્કી કોઈ તીર્થંકરનો આત્મા તેમની કુક્ષિમાં પધાર્યો જ હશે, તો તે તીર્થંકર કયા? અને તે આત્મા કયો?
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms



