શ્રી ચંદ્રપ્રભ સ્વામી - માતાની ચંદ્રપાન કરવાની ઈચ્છા પૂર્ણ થઇ
Home > Magazine > Gujarati Magazine > > શ્રી ચંદ્રપ્રભ સ્વામી
આઠમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી
રાજા મહાસેન અને રાણી લક્ષ્મણા અત્યંત આનંદમાં દિવસો પસાર કરે છે અને ક્યારે પુત્રરત્નનો જન્મ થાય, તે દિવસની પ્રતિક્ષા કરે છે.
પણ, આ શું? અચાનક રાણી લક્ષ્મણા ઉદાસ રહેવા લાગી.
રાજા મહાસેન પૂછે છે : ‘તમારા મોઢા પરથી આનંદ ક્યાં ગાયબ થઈ ગયો?’
‘મને એક ઇચ્છા થઈ છે, પણ તે પૂરી થાય તેમ નથી. ને ઇચ્છા પૂરી ન થાય તો મને ચેન પડે તેમ નથી.’ રાણીએ જવાબ આપ્યો.
‘પણ, ઇચ્છા તો જણાવો.’ રાજાએ પૂછ્યું એટલે રાણી લક્ષ્મણા કહે છે : ‘ચંદ્ર પીવાની ઇચ્છા થઈ છે. કહો, આ ઇચ્છા પૂરી થાય તે શક્ય છે?’
પરંતુ, પરમાત્માના પ્રભાવે શું અશક્ય હોય? માતાની ‘ચંદ્રપાન’ કરવાની ઇચ્છા પૂરી થાય છે.
માગસર વદ-12ના દિવસે માતા લક્ષ્મણા નિરોગી-તેજસ્વી પુત્રરત્નને જન્મ આપે છે.
નામકરણનો દિવસ આવ્યો :
ચંદ્ર પીવાની ઇચ્છા
ચંદ્રનું લંછન અને
ચંદ્ર જેવો શ્વેત વર્ણ!
નામ પડે છે : ‘શ્રી ચંદ્રપ્રભ’
બોલો શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની જય!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

