સૂત્ર સિક્રેટ - पंच विहायार पालण समत्थो
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ
पंचविहायार-पालणसमत्थो
જ્ઞાનના કુલ 8 આચાર છે :
1. કાળ : જે સમયે શ્રુતજ્ઞાન ભણવાનું હોય તે જ સમયે ભણવું, તે ‘કાળ’ કહેવાય. તે સિવાયના સમયે ભણો તે ‘અકાળ’.
ચાર ‘અકાળ’ છે :
સૂર્યોદય પહેલાં 48 મિનિટ.
સૂર્યાસ્ત પછી 48 મિનિટ.
બરાબર મધ્યાહ્ન એટલે કે પુરિમુડ્ઢ પચ્ચક્ખાણની આગળ-પાછળ 24-24 મિનિટ.
આ જ રીતે, મધ્યરાત્રિના સમયની આગળ-પાછળ 24-24 મિનિટ.
આ સિવાય પણ, નવપદજીની ઓળી વગેરેને દિવસોમાં પણ સ્વાધ્યાય કરવાનો હોતો નથી.
2. વિનય :
જેમની પાસે ભણીએ છીએ, તે ગુરુ અને
જેઓ શ્રુતજ્ઞાનના વિદ્વાન છે, તે જ્ઞાની - તેઓ આવે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, પ્રણામ કરવા તે ગુરુ અને જ્ઞાનીનો વિનય.
જેઓ શ્રુતજ્ઞાનને ભણી રહ્યા છે, તે જ્ઞાન-અભ્યાસી - ભણનારને સહાય કરવી તે શ્રુત-અભ્યાસીનો વિનય.
જ્ઞાન : શ્રુત ભણવું, ભણાવવું. તે મુજબ આચરણ કરવું, પાંચમનો તપ કરવો, તે જ્ઞાનનો વિનય.
પુસ્તક, પોથી, પેન વગેરે જ્ઞાનોપકરણ : પુસ્તક વગેરે છપાવવા, ફાટ્યા હોય તો સાંધવા, વાસક્ષેપ વિ.થી પૂજા કરવી, તે જ્ઞાનોપકરણનો વિનય.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

