વન્સ એપોન અ ટાઇમ - સુધર્મા સ્વામી
Home > Magazine > Gujarati Magazine > > વન્સ એપોન અ ટાઇમ - સુધર્મા સ્વામી
ગુરુ સુધર્માસ્વામીએ એકવાર એક કઠિયારાને (જંગલમાં જઈ લાકડાં કાપનારને) દીક્ષા આપી. રાજગૃહી નગરીના લોકોએ તે કઠિયારીની નિંદા કરવાનું ચાલુ કર્યું : બોલો, ખાવા-પીવા અને રહેવાના ફાંફા હતા, એટલે ભાઈસાહેબે દીક્ષા લઈ લીધી અને વાણિયાઓના ગુરુ થઈ ગયા!
આવી વાતો ચાલી એટલે ગુરુ સુધર્માસ્વામી રાજગૃહીમાંથી વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. મહામંત્રી અભયકુમારે વિનંતી કરી : ‘ગુરુવર! એક દિવસનો સમય આપો. બધાને સમજાવી દઉં છું કે, દીક્ષા લેવી સહેલી નથી.’
અભયકુમાર રાજગૃહી નગરીના ચોકમાં સોનામહોરોથી ભરેલા 3 થાળ મૂક્યા ને લોકોને કહ્યું : આ મફતમાં આપવાના છે. પણ 3 શરત છે : (1) જે જિંદગીભર કાચું પાણી ન વાપરે, (2) સ્ત્રીનો સ્પર્શ ન કરે અને (3) અગ્નિનો ઉપયોગ ન કરે તેને આ સોનામહોરો મફતમાં!
આવી શરત હોય તો પછી કોણ સોનામહોર લે?
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Jain story, Jain sadhu, sudharmaswami