પૂજા પરફેક્ટ
Home > Magazine > Gujarati Magazine > > પૂજા પરફેક્ટ
પૂજા પરફેક્શન
ડ્રેસ કોડ : ધ યુનિવર્સલ રૂલ
કોઈ પોલીસમેન જ્યારે ડ્યૂટી પર હોય ત્યારે ટી-શર્ટ પેન્ટમાં જોયો છે?
કોઈ સ્ટુડન્ટ ઘરમાં સ્કૂલ યુનિફોર્મ અને સ્કૂલમાં કોમન વેર પહેરે છે?
લગ્નમાં સફેદ કપડાં ને મરણની સભામાં પાર્ટી વેરમાં કોઈ જાય છે ખરાં?
ના, કેમ?
કારણ કે દરેક સ્થાનનો એક ડ્રેસ કોડ હોય છે.
સુટ-બૂટ ને ટાઈ ઑફિસમાં જ સારા લાગે, ઘરમાં નહીં!
તેમ, પરમાત્માની પૂજા કરવા જિનાલયમાં આવો, ત્યારે તેનો પણ એક ડ્રેસ કોડ હોય છે :
ભાઈઓ માટે ધોતી-ખેસ...
બહેનો માટે મર્યાદાસભર સાડી વગેરે...
ચાલો, પૂજા પરફેક્શનમાં પરમાત્માની પૂજા કેવી રીતે થાય?
તે સમજતાં પહેલાં, ‘કયા વસ્ત્ર પહેરીને પૂજા થાય?’ તે સમજી લઈએ.
5.13
મક્કામાં હજ કરવા જતાં હાજી (મુસલમાનો) લુંગી જેવું વેશપરિધાન કરે છે.
અમૃતસરના શીખ ધર્મના સુવર્ણ મંદિરમાં ‘માથે ઓઢવું’ ફરજિયાત છે.
વેટિકન સિટીમાં આવેલી ચર્ચમાં બર્મ્યુડા અને હાફ પેન્ટ જેવા વસ્ત્રોમાં કોઈને ય પ્રવેશ મળતો નથી.
જો, દરેક ધર્મના લોકો પોતાના મંદિરમાં વસ્ત્રોની મર્યાદા પાળે જ છે,
તો આપણા દેરાસરમાં કેમ નહીં?
કેવાં કપડાં પહેરવાં?
ભાઈઓએ ધોતી + ખેસ તથા બહેનોએ ઉચિત સાડી વગેરે. લેંઘો, ટી-શર્ટ, પેન્ટ, ડ્રેસ, વગેરે.
સિવ્યા વગરના, કાણા-થીગડા વગરના અખંડ વસ્ત્ર. સીવેલા, સાંધેલા વસ્ત્ર.
ખેસ-સાડીના છેડા પર છુંછાવાળા વસ્ત્ર. ખેસ-સાડીના છેડા ઓટેલા વસ્ત્ર.
સિલ્કના રેશમી અથવા તો સુતરાઉ વસ્ત્ર. નાયલોન, સિન્થેટિક, ટેરિકોટન, પોલીસ્ટર, ટેરેલીન, કેસ્મિલોન, વુલન વગેરે.
સફેદ અથવા તો લાલ-પીળા વસ્ત્રો. રંગબેરંગી, કાળા, લીલા વગેરે વસ્ત્રો.
નોટબુકમાં નોટ કરી લો :
1. કોઈએ વાપરેલા કપડા ન વપરાય.
2. પૂજાના વસ્ત્ર દરરોજ ધોઈ લેવા જોઈએ.
3. બીજા કપડાની સાથે પૂજાના કપડા ભેગા ન રખાય.
4. પૂજાના કપડામાં ખાવું-પીવું-વોશરૂમ ના જવાય, જાય તો પૂજામાં ન વપરાય.
5. પૂજા સિવાય સામાયિક-પ્રતિક્રમણ વિગેરેમાં પણ પૂજાના વસ્ત્ર ન વપરાય.
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Jinpooja, pooja vastra, dhoti