વન્સ એપોન અ ટાઇમ - મારા ગુરુ ગૌતમ ગુરુ
Home > Magazine > Gujarati Magazine > > વન્સ એપોન અ ટાઇમ - મારા ગુરુ ગૌતમ ગુરુ
પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ અભિમાનનું પૂતળું હતાં! ગુરુ ગૌતમસ્વામી વિનયના ભંડાર છે!
પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધર,
જિનશાસનના સમગ્ર શ્રુતજ્ઞાનના રચયિતા,
50,000 કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ,
આવા સમર્થ ગુરુ ગૌતમસ્વામી પરમાત્મા મહાવીર સ્વામીના ચરણોમાં સમર્પિત છે.
તેમના મનમાં ક્યારેય કોઈ પણ પ્રશ્ર્ન ઊઠે, તો તરત તેઓ પરમાત્મા મહાવીર સ્વામીને પૂછવા દોડી આવે. તેઓ ખુદ 14 પૂર્વના સર્જક છે, પોતે પોતાની થોડી પણ બુદ્ધિનો ઉપયોગ કરે, તો બધા જ જવાબ જાતે જ જાણી લે તેવી શક્તિ છે છતાં...
ગુરુ ગૌતમસ્વામીએ ક્યારેય પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો નથી. જેવો પ્રશ્ર્ન ઊઠે, તરત જ ભગવાનને ‘ભંતે!’ કહીને પૂછવાનો અને ભગવાન પણ ‘ગોયમા!’ કહીને તેમને જવાબ આપે છે.
ગુરુ ગૌતમસ્વામીએ પરમાત્માને અઢળક પ્રશ્ર્નો પૂછ્યા છે. તેમાંથી 36,000 પ્રશ્ર્નો અને જવાબોનું સુંદર ક્લેક્શન એટલે
‘ભગવતી’ નામનો આગમગ્રંથ!
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Jain story, Gautam swami