પૂજા પરફેક્ટ
Home > Magazine > Gujarati Magazine > > પૂજા પરફેક્ટ
બાળકો! છેલ્લા 2 અંકથી આપણે કુલ 6 ત્રિકની જાણકારી મેળવીએ છીએ. આજે તેનો છેલ્લો પડાવ છે. હવે 10 ત્રિક યાદ રાખશો ને? અને જ્યારે પરમાત્માની પૂજા કરવા જાય ત્યારે આ ત્રિકનું પાલન કરશો ને?
7. દિશાત્યાગ ત્રિક :
સ્કૂલમાં ટીચર ભણાવે ત્યારે તમારું ધ્યાન બ્લેકબોર્ડ પર જ હોય ને?
થિયેટરમાં મૂવી જોવા જાવ ત્યારે ડાફોળિયા લગાવો ખરા?
બસ, તે જ રીતે પરમાત્માની પૂજા કરીએ ત્યારે પરમાત્મા સિવાય ક્યાંય જોવાનું નહીં, તેનું નામ ‘દિશાત્યાગ’.
દિશા : કુલ 4 દિશા છે : પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ. તેમાંથી પરમાત્મા જે દિશામાં છે, તે દિશા સિવાયની ત્રણ દિશામાં જોવાનો ત્યાગ તે જ દિશાત્યાગ ત્રિક.
8. આલંબન ત્રિક :
પરમાત્માનું ચૈત્યવંદન કરીએ, ત્યારે આ ત્રિક પાળવાની છે.
આલંબન = આધાર, આશ્રય. જેના આધારે ચૈત્યવંદન કરવાનું છે તેને ‘આલંબન’ કહેવાય.
1. સૂત્ર આલંબન : ચૈત્યવંદનમાં જે સૂત્રો બોલીએ તે ‘સૂત્ર આલંબન’. સૂત્ર સિવાયની વાતો ન કરવી.
2. અર્થ આલંબન : જે સૂત્રનો જે અર્થ છે, તે પણ વિચારવો. દા.ત., ‘નમુત્થુણં’ શબ્દ બોલો તે ‘સૂત્ર આલંબન’ અને તે શબ્દ બોલતી વખતે ‘હું નમસ્કાર કરું છું’ તેવો અર્થ પણ વિચારો તે ‘અર્થ આલંબન’.
3. પ્રતિમા આલંબન : આપણી આંખોને માત્ર પરમાત્માની પ્રતિમા-મૂર્તિ પર સ્થિર રાખવી.
પ્રભુને નીરખતાં-નીરખતાં ચૈત્યવંદન કરવું, તે ‘પ્રતિમા આલંબન’.
પ્રભુની મૂર્તિને છોડીને ક્યાંય જોવું નહીં.
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Jain game, activity, pooja game