સૂત્ર સિક્રેટ - અરિહંતનું ઐશ્વર્ય
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ - અરિહંતનું ઐશ્વર્ય
બાળકો!
અરિહંત પરમાત્માના 12 ગુણમાંથી 8 ગુણ = આઠ પ્રાતિહાર્યની સમજ મેળવી. હવે બાકીના 4 ગુણ એટલે કે 4 અતિશયને આજે સમજીએ.
4 અતિશય
અતિશય = શ્રેષ્ઠ, ચડિયાતું
અરિહંત પરમાત્મા પાસે 4 વસ્તુ-ગુણ એવા છે, જે આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. માટે જ તે 4 ગુણને ‘અતિશય’ કહેવાય છે.
1. અપાયાપગમ અતિશય : (ફોટો)
અપાય = દુ:ખ, પીડા, અપગમ = દૂર થવું
પરમાત્માને કર્મોના, કષાયોના દુ:ખ-દર્દ સંપૂર્ણ નાશ પામી ગયા છે.
વાત-વાતમાં આપણને રાગ અને દ્વેષ, પસંદ-નાપસંદ સતાવે છે. પરમાત્મા તો રાગ-દ્વેષને જીતીને વીતરાગ બની ગયા છે.
પરમાત્માને પોતાને તો કર્મ હેરાન કરી શકતું નથી, પરંતુ પરમાત્માનો અતિશય એવો પ્રભાવવંતો છે કે,
પરમાત્મા જ્યાં વિચરતાં હોય, તે પ્રદેશની આજુબાજુ 125 યોજન સુધીના વિસ્તારમાં જે-જે વ્યક્તિ હોય તેના બધા જ રોગો-દર્દો નાશ પામે છે અને નવા રોગ થતાં નથી!
2. જ્ઞાન અતિશય : (કેવલજ્ઞાન વખતનો ફોટો)
આપણે તો ગોખેલું પણ ભૂલી જઈએ છીએ અને સ્કૂલ-ટ્યૂશનમાં આખા વર્ષની ભણવાની મહેનત પછી પણ Examમાં 90% Up લાવી શકાતા નથી. જ્યારે પરમાત્મા?
દુનિયાની એક પણ વાત એવી નથી, જેનું જ્ઞાન અરિહંત પરમાત્માને ન હોય?
હજી ગૂગલને પ્રશ્ર્ન પૂછો તો બફરિંગ થાય ને નોટ ફાઉન્ડ કે એરર 404 આવે!
અરિહંત પરમાત્મા પાસે કેવલજ્ઞાન નામનું સુપર પાવર ગૂગલ છે. તેમાં તેમને પાસ્ટ-પ્રેઝન્ટ અને ફ્યૂચરની બધી જ વાતો દેખાઈ રહી છે. તેમાં ક્યારેય બફર-એરર કે નોટ ફાઉન્ડના મેસેજ આવતાં નથી!
આ જ છે પરમાત્માનો જ્ઞાન અતિશય! સૌથી વધુ ને સૌથી તેજ!
Additional Info
Number of pages : --
Weight : --
Tags : Jainism, Arihant, atishay