વન્સ એપોન અ ટાઇમ - ગુરુ ગૌતમ સ્વામી
Home > Magazine > Gujarati Magazine > > વન્સ એપોન અ ટાઇમ

મારા ગુરુ ગૌતમ ગુરુ
(રિકેપ : પાવાપુરીમાં પરમાત્મા મહાવીર સ્વામીનું સમવસરણ મંડાયું છે. પરમાત્માની દેશના સાંભળવા દેવો આવે છે. ત્યારે કેટલાક બ્રાહ્મણ પંડિતો યજ્ઞ કરે છે. દેવો યજ્ઞમંડપને છોડી આગળ પરમાત્મા પાસે જાય છે. તે જોઈ એક અભિમાની બ્રાહ્મણ પંડિત પરમાત્મા મહાવીર સ્વામીને હરાવવા માટે નીકળે છે...)
આજનું પાવાપુરી તે સમયે ‘અપાપા’ નગરીના નામે પ્રખ્યાત હતું.
ત્યાં સોમિલ નામનો શ્રીમંત બ્રાહ્મણ રહે છે અને 11 મહાપંડિતોને બોલાવી યજ્ઞ કરાવે છે. જેમાં મુખ્ય પંડિતનું નામ હોય છે : ઇન્દ્રભૂતિ.
આ એ જ ઇન્દ્રભૂતિ; જે 500 ચેલાની સાથે પરમાત્માને હરાવવા માટે પ્રયાણ કરે છે.
ઇન્દ્રભૂતિ પંડિત અભિમાનથી આગળ ચાલે છે. પાછળ 500 ચેલાઓ ઇન્દ્રભૂતિનો જય-જયકાર બોલાવતાં ચાલે છે.
ઇન્દ્રભૂતિ પરમાત્માના સમવસરણ પાસે પહોંચે છે. સમવસરણની જાહોજલાલી જોઈ અચંબામાં પડી છે : ‘વાહ! શું માયાવી માણસ છે આ! જાણે ચાંદી-સોના અને રત્નોનું 3 માળનું ઘર બનાવીને બેઠો છે! હમણાં જ એની માયાજાળ અને પોલંપોલ ખુલ્લી પાડી ના દઉં તો મારું નામ ઇન્દ્રભૂતિ નહીં!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms