પૂજા પરફેક્ટ
Home > Magazine > Gujarati Magazine > > પૂજા પરફેક્ટ
ટ્રિપલ ત્રિક
બાળકો! ત્રણના જોડકાંને અંગ્રેજીમાં ટ્રિપલ કહેવાય છે. ટ્રિપલને જ સંસ્કૃત ભાષામાં ‘ત્રિક’ કહેવાય છે.
આપણે જ્યારે પરમાત્માની પૂજા કરવા જઈએ, ત્યારે આવા 10 ‘ત્રિક’નું પાલન કરવાનું હોય છે. કેટલીક ‘ત્રિક’ તો તમે કરો જ છો, પણ તમને ખબર નથી હોતી. દા.ત., 3 પ્રદક્ષિણા...
આજે કુલ 3 ‘ત્રિક’ સમજીએ.
1. પ્રણામ ત્રિક
બે હાથ જોડવા, મસ્તક નમાવવું, ખમાસમણું આપવું; આ બધું ‘પ્રણામ’ - નમસ્કાર ગણાય.
જિનાલયમાં પૂજા કરવા જઈએ ત્યારે અલગ-અલગ સમયે 3 પ્રકારના પ્રણામ = પરમાત્માને નમસ્કાર કરવાના હોય છે.
i) અંજલિબદ્ધ પ્રણામ : દેરાસરમાં જઈએ અને સામે જ જેવા પરમાત્મા દેખાય, ત્યારે બે હાથ જોડી, મસ્તક નમાવી ‘નમો જિણાણં’ બોલવું. (ફોટો)
ii) અર્ધાવનત પ્રણામ : જિનાલયના ગભારા પાસે જઈ કમરથી ઝૂકીને ‘નમો જિણાણં’ બોલવું. પછી પૂજા કરવા ગભારામાં જવું. (ફોટો)
iii) પંચાંગ પ્રણિપાત પ્રણામ : પૂજા કર્યા બાદ, ચૈત્યવંદન કરવા માટે ખમાસમણ આપીએ તે ખમાસમણ એટલે જ પંચાંગ પ્રણિપાત. (ફોટો)
Did you know?
પંચાંગ = પાંચ અંગ, પ્રણિપાત = નમન.
જે નમસ્કારમાં શરીરના પાંચ અંગ જમીનને સ્પર્શે તે પંચાંગ પ્રણિપાત.
ખમાસમણમાં જમીનને અડે તે શરીરના પાંચ અંગ : બે પગ, બે હાથ અને મસ્તક. (ખમાસમણનો ફોટો)
2. નિસીહી ત્રિક
નિસીહી = નિષેધ, અટકવું, ન કરવું.
આપણે જ્યારે જિનાલયમાં પરમાત્માની પૂજા કરવા જઈએ ત્યારે 3 જગ્યાએ નિસીહી બોલી અલગ-અલગ 3 વાતોનો નિષેધ કરવાનો છે.
i) પહેલી નિસીહી : દેરાસરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહી’ બોલવાનું છે. હવે જિનાલયમાં ઘર-પરિવાર-સંસારને લગતી દરેક વાતો અને વિચારોનો નિષેધ = કરવાના નથી.
ii) બીજી નિસીહી : પરમાત્માના ગભારામાં પ્રવેશ કરતી વખતે બીજી વાર ‘નિસીહી’ બોલવાનું છે. હવે પ્રભુની પૂજા જ કરવાની છે. દેરાસરને લગતી પણ કોઈ વાતો-વિચારો કરવાના નથી.
iii) ત્રીજી નિસીહી : પરમાત્માની પૂજા થઈ ગયા પછી ચૈત્યવંદન કરીએ તે વખતે ત્રીજી અને છેલ્લી ‘નિસીહી’ બોલવાની છે. હવે આપણું સંપૂર્ણ ધ્યાન પરમાત્માના ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિમાં જ રાખવાનું છે. પૂજાની સામગ્રીઓ જેમ કે, કેસર-ફૂલ-સાથિયો-ધૂપ-દીપક વિગેરે હલે-બગડે-ઓલવાઈ જાય તોપણ તેની ફિકર કરવાની નથી.
3. પ્રદક્ષિણા ત્રિક
પરમાત્માની પૂજા કરતાં પહેલાં પરમાત્માને 3 પ્રદક્ષિણા આપવાની છે.
3 પ્રદક્ષિણા, 3 લાભ
1. ‘તે ભવભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દઉં ત્રણ વાર.’
સંસારમાં તો ઘણું ભમ્યા-ભટક્યા-ફર્યા. પરમાત્માને પ્રદક્ષિણા આપવાથી સંસારમાં ભટકવાનું બંધ થાય છે.
2. ‘દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પ્રદક્ષિણા ત્રણ દેવાય.’
પરમાત્માને 3 પ્રદક્ષિણા આપવાથી દર્શન = ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
3. ‘રિસર્ચ ઓફ સાયન્સ’
જ્યારે પ્રદક્ષિણા આપીએ છીએ ત્યારે પરમાત્મા આપણી જમણી તરફ જ હોય છે. આજનું વિજ્ઞાન જણાવે છે કે આપણા શરીરના જમણા ભાગને પરમાત્મા તરફ રાખી પ્રદક્ષિણા આપવાથી આપણા શરીરમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. જે આપણા શરીર અને મન - બંનેને તંદુરસ્ત બનાવે છે.
So, Guys
હવે પ્રદક્ષિણા આપતી વખતે યાદ રાખશો : પરમાત્માને પ્રદક્ષિણા આપવાથી આપણા આત્મા, શરીર અને મન - ત્રણેયને ફાયદો થાય છે.
Additional Info
Number of pages : --
Weight : --