સ્ટોરી - મેં કોઈનું ક્યાં કાંઈ બગાડ્યું હતું? તો મારી સાથે જ કેમ આવું થયું? આનો જવાબ જાણવો છે? તો તો તમારા માટે જ મહાવીર સ્વામી ભગવાનની આ સ્ટોરી છે...
Home > Magazine > Gujarati Magazine > > સ્ટોરી

કર્મ જે તીર્થંકરને પણ છોડતું નથી.
પરમાત્મા મહાવીર સ્વામી દીક્ષા લીધા બાદ, જંગલમાં સાધના કરી રહ્યા છે.
પરમાત્માએ સાડા બાર વર્ષની સાધનામાં માત્ર 349 દિવસ જ પારણાં કર્યા છે. તે પારણા એટલે આપણી જેમ નવકારશી નહીં, એકાસણું!
તપની સાથે-સાથે પરમાત્માએ ઘણા ઉપસર્ગો અને પરિષહોને સહન કર્યા.
પ્રભુ કાયોત્સર્ગમાં ઊભા છે.
એક ગોવાળિયો આવે છે. પોતાના બળદને સાચવવાનું કહીને પોતાના કામે જાય છે.
થોડી વારમાં પાછો આવે છે, તો બળદો ગાયબ! પરમાત્મા તો પોતાની સાધનામાં હતા, તેના બળદ ક્યાં સાચવે?
ગોવાળિયો પૂછે છે : ‘અલ્યા, મારા બળદો ક્યાં ગયા?’
પરમાત્મા કાયોત્સર્ગમાં હોવાથી કોઈ જ જવાબ આપતા નથી. નથી બોલતાં કે નથી ઈશારો કરતાં.
બે-ત્રણ વાર ગોવાળિયાએ પૂછ્યું, પણ જવાબ ના મળ્યો, તેથી તેને ગુસ્સો આવ્યો : ‘તું બહેરો લાગે છે! સંભળાતું જ નથી કે હું તને કંઈક પૂછું છું! તો તારા આ બે કાન શું કામના?’
અને, બાજુમાંથી 2 મોટા લોખંડના ખીલા લઈ આવે છે. પરમાત્માના 2 કાનમાં 2 ખીલા ઠોકીને ઘુસાડી દે છે. એટલા અંદર ઘુસાડે છે કે, બે બાજુ કાનમાંથી અંદર નાખેલા ખીલા અંદર એકબીજાને ભેગા થઈ જાય છે!
પ્રભુએ આ ગોવાળનું શું બગાડ્યું કે, કાનમાં ખીલા નાખવાનું દુ:ખ સહન કરવું પડ્યું?
પ્રભુએ ગોળવાનું ન’તું બગાડ્યું, પણ પૂર્વના 18માં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પેલા શય્યાપાલકના કાનમાં ધગધગતું શીશું રેડાવ્યું. તેનાથી જે કર્મ બાંધ્યું, તે કાનમાં ખીલા ઠોકાવા રૂપે ઉદયમાં આવ્યું.
બાળકો!
પર્યુષણનો સમય છે. પરમાત્મા મહાવીર સ્વામીનું સંપૂર્ણ જીવન આ દિવસોમાં પ્રવચનમાં વર્ણવાય છે. આવા તો કેટલાંય પ્રસંગો છે, જેમાં પરમાત્માએ પૂર્વ ભવમાં બાંધેલા કર્મો ઉદયમાં આવ્યા હોય.
આ કર્મ છે, જે તીર્થંકરને પણ છોડતું નથી.
માટે જ,
કર્મ બાંધો તે પહેલાં જ સમજી જજો.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms
Tags : Jainism, Mahavir swami, story, govaliya upasarga