વન્સ અપોન અ ટાઈમ - અષ્ટાપદ તીર્થ, ગૌતમસ્વામીજી અને તાપસો
Home > Magazine > Gujarati Magazine > > વન્સ અપોન અ ટાઈમ

બાળકો! ‘અષ્ટાપદ તીર્થ’ ખબર છે?
અષ્ટા = 8, પદ = પગથિયાં - જેને 8 પગથિયાં છે તે અષ્ટાપદ તીર્થ.
‘આ તો નાનું બાળક પણ ચઢી જાય.’ બરાબર ને? ના, ના.
આ તીર્થનું 1-1 પગથિયું 1-1 યોજન (13 કિ.મી.) ઊંચું છે. આપણા જેવો માણસ 13 કિ.મી.ની હાઇટવાળું પગથિયું કેવી રીતે ચઢી શકે?
એટલે જ, કેટલાક તાપસોને આ તીર્થની યાત્રા કરવી છે, માટે તેઓ તપ કરે છે. તપ કરવાથી લબ્ધિ પ્રગટ થાય અને લબ્ધિશક્તિ મળે તો જ આ પગથિયા ચઢી શકાય.
કોડિન્ન, દિન્ન અને સેવાલ નામના 3 તાપસો પોતાના 500-500 શિષ્યો સાથે અષ્ટાપદ પર સાધના કરે છે.
1 ઉપવાસના પારણે 1 ઉપવાસ કરનારા 500 તાપસો પહેલા પગથિયે છે.
2 ઉપવાસના પારણે 2 ઉપવાસ કરનારા 500 તાપસો બીજા પગથિયે છે.
3 ઉપવાસના પારણે 3 ઉપવાસ કરનારા 500 તાપસો ત્રીજા પગથિયે છે.
તપથી સુકાઈ અને શોષાઈ ગયેલા શરીરવાળા આ 1500 તાપસો જ્યારે ગુરુ ગૌતમસ્વામીને અષ્ટાપદ પર્વત પર આવતા જુએ છે, ત્યારે વિચારે છે : ‘આપણે વર્ષોથી તપ કરી તૂટી ગયા, છતાં 3 પગથિયાથી ઉપર ચઢી શકતા નથી. આ સાધુ તો હૃષ્ટ-પુષ્ટ છે. તે કેવી રીતે ચઢશે?’
પણ ગૌતમસ્વામી તો સૂર્યકિરણ પકડવાની લબ્ધિથી સડસડાટ શિખરે જતાં રહ્યા!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms