વન્સ અપોન અ ટાઈમ - વાર્તા, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજા
Home > Magazine > Gujarati Magazine > > વન્સ અપોન અ ટાઈમ

બાળકો!
કેટલાક પ્રસંગો એવા હોય છે, જેનો પ્રભાવ અને પરિણામ આજે પણ આપણે અનુભવીએ છીએ. ભલે ને તે પ્રસંગ સેંકડો-હજારો વર્ષ પહેલાં થઈ ગયેલો હોય!
આજે વાત કરીશું, એક એવા મહાપુરુષની, જેઓએ ગુજરાતમાં જન્મ લીધો. જિનશાસનમાં દીક્ષા લીધી. તેમનો પ્રભાવ હજાર વર્ષ પછી પણ બધા જ ગુજરાતીઓ અનુભવી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં ધંધુકા નામનું ગામ છે.
એક દિવસ આચાર્યશ્રી દેવચન્દ્રસૂરિ મહારાજ ધંધુકામાં પધારે છે. સવારના સમયે તેઓ દેરાસર દર્શન કરવા જાય છે. તેઓ પ્રદક્ષિણા આપી રહ્યા છે ત્યારે...
એક બાળક તેની મમ્મી સાથે દર્શન કરવા આવે છે. નાનો બાળક તો દેરાસરમાં જ્યાં પૂ. દેવચન્દ્ર સૂ.મ.નું બેસવાનું આસન છે, તેના પર જઈને બેસી જાય છે.
પૂ. દેવચન્દ્ર સૂ.મ. આ દૃશ્ય જુએ છે અને તે બાળકની માતાને કહે છે : જુઓ, તમારો પુત્ર મારા આસન પર જઈને બેઠો છે. તે હકીકતે મોટો થઈ, આચાર્ય બનીને આ આસન પર બેસશે. માટે, તમારો આ પુત્ર હવે મને સોંપી દો. અને યાદ કરો, તમારું સ્વપ્ન...
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms