સૂત્ર રહસ્ય - પાંચ પરમેષ્ઠીમાંથી કયા પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી લાભ વધારે મળે?
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર રહસ્ય

Q. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠીના નમસ્કારના બે લાભ મળે છે. પરંતુ પ્રશ્ર્ન થાય છે કે, આ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીએ ત્યારે જ લાભ મળે કે પાંચમાંથી કોઈપણ એક પરમેષ્ઠીને નમસ્કાર કરીએ, તો પણ લાભ મળે?
A. નવકારમંત્રમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. તેમાં જરૂરી નથી કે પાંચે-પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ તો જ લાભ મળે. પરંતુ આ પાંચ પરમેષ્ઠીમાંથી કોઈ પણ એક પરમેષ્ઠીને નમસ્કાર કરીએ તો પણ એ જ લાભ મળે છે.
એટલે કે, અરિહંત પરમાત્માને નમસ્કાર કરવાથી જે લાભ મળે છે, તે જ લાભ સાધુભગવંતને નમસ્કાર કરવાથી પણ મળે છે.
હા, એ લાભ મેળવવા માટે આટલું જરૂરી છે : અરિહંત પરમાત્માને નમસ્કાર કરવામાં જેવો બહુમાનભાવ પ્રગટે છે, તેવો જ બહુમાનભાવ સાધુભગવંતને પણ નમસ્કાર કરવામાં પ્રગટવો જોઈએ.
પાંચમાંથી કોઈપણ એક પરમેષ્ઠીને નમસ્કાર કરો, લાભ એકસરખો જ!
- પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ
આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મ. લખે છે :
अरिहंताणं नमुक्कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥
सिद्धाणं नमुक्कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥
आयरियाणं नमुक्कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥
उवज्झायाणं नमुक्कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥
साहूणं नमुक्कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms