પૂજા પરફેક્ટ - જિનપૂજા, ભાવપૂજા, દેરાસરમાં ચૈત્યવંદન કરતા શું કરવું અને શું ન કરવું?
Home > Magazine > Gujarati Magazine > > પૂજા પરફેક્ટ

ભાવે જિનવર પૂજિયે
પરમાત્મા સમક્ષ સાથિયો, નૈવેદ્ય અને ફળપૂજા કર્યા બાદ ચૈત્યવંદન અવશ્ય કરવું જોઈએ.
જેમ, પરમાત્માનો અભિષેક કરવો તે પૂજા છે,
તેમ, પરમાત્માનું ચૈત્યવંદન કરવું તે પણ પૂજા જ છે.
જળ-કેસર વગેરે દ્રવ્યથી જે પૂજા થાય તે દ્રવ્યપૂજા કહેવાય.
ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનના ભાવથી જે પૂજા થાય તે ભાવપૂજા કહેવાય.
ચૈત્યવંદન-ભાવપૂજા કરતાં પહેલાં...
(1) ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં ત્રીજી ‘નિસીહી’ બોલવાની છે. એટલે કે હવે પરમાત્માના પૂજાના દ્રવ્યોનો પણ વિચાર નથી કરવાનો. સાથિયો-નૈવેદ્ય વગેરે બધું ભૂલી જઈ પરમાત્માના સ્તુતિ-સ્તવનમાં એકાગ્રતા કેળવવાની છે.
(2) ચૈત્યવંદન વખતે કોઈ વાતો-ઈશારા કે ડાફોળિયા ન મારવા. આપણું પૂરું ધ્યાન પરમાત્મામાં જ રાખવું.
(3) ચૈત્યવંદન સૂત્રોના અર્થો સમજી લેવા. સૂત્ર બોલતી વખતે અર્થનો પણ ખ્યાલ આવવાથી ભાવ જાગે.
(4) નવા-નવા ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિ ગોખવા. જેથી પરમાત્માની ભક્તિનો આનંદ વધતો જાય.
(5) દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજાનો લાભ અનંતગણો છે. માટે ચૈત્યવંદન કરવામાં આળસ કે વેઠ ન કરવી.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms