સૂત્ર સિક્રેટ - નમસ્કાર મહામંત્ર , દુનિયાનો સૌથી પ્રભાવશાળી અને ચમત્કારિક મંત્ર કેમ?
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

નમસ્કાર મહામંત્રનો અદ્ભુત પ્રભાવ
બાળકો! આ દુનિયામાં જેટલા મંત્ર છે, તેમાં સૌથી વધુ પ્રભાવશાળી અને ચમત્કારિક મંત્ર હોય તો તે છે : નમસ્કાર મહામંત્ર.
આપણે ‘જૈન’ છીએ, માટે આપણે નવકારને શ્રેષ્ઠ માની લઈએ, તેવી વાત નથી, પરંતુ આજના વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગ અને રિસર્ચ કરીને નવકાર મંત્ર શ્રેષ્ઠ સાબિત કર્યો છે તથા અમેરિકાના સર્વધર્મ પરિષદમાં પણ આ વાત માન્ય થયેલી છે.
આપણા શાસ્ત્રોમાં નવકાર મંત્રનું શું ફળ છે? તે પણ જાણી લો. અને પછી દરરોજ નવકાર મંત્રનો જાપ શરૂ કરી દો.
“त्रिशुद्धा चिन्तयंस्तस्य, शतमष्टोत्तरं मुनिः। भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम्॥”
જે સાધુભગવંત મન-વચન-કાયાની એકાગ્રતાથી નમસ્કાર મહામંત્રનો 108 વાર જાપ કરે છે, તે ભોજન કરવા છતાં પણ ઉપવાસનું ફળ મેળવે છે.
“जो पुण सम्मं गणिउं, नरो नमुक्कार-लक्खमखंडं। पूएइ जिणं संघं, बंधइ तित्थयरनामं सो॥” (શ્રાદ્ધદિનકૃત્ય)
જે વ્યક્તિ પરમાત્માની અને સંઘની પૂજા કરવાની સાથે, એક લાખ નવકારનો જાપ કરે છે, તે તીર્થંકર નામકર્મ બાંધે છે.
“अमुं मन्त्रं समाराध्य, तियञ्चोऽपि दिवं गता॥” (યોગશાસ્ત્ર)
નમસ્કાર મહામંત્રનો જાપ કરીને તિર્યંચ = પશુ-પંખીઓ પણ દેવલોકમાં ગયા છે.
“नव लाख जपंता नरक निवारे, पामे भवनो पार। सो भवियां भत्ते चोख्खे चित्ते,नित्य जपीयें नवकार॥”
નવ લાખ વાર નવકાર મંત્રનો જાપ કરવાથી નરકમાં જવું પડતું નથી અને મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. માટે શુદ્ધ મનથી નવકારનો દરરોજ જાપ કરે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms