અષ્ટમંગલની પાટલીની પૂજા કરાય?
Home > Pearls of Jainism > samadhan yatra > અષ્ટમંગલની પાટલીની પૂજા કરાય?
અષ્ટમંગલની પાટલીની પૂજા કરાય?
Q. દેરાસરમાં અષ્ટમંગલની પાટલીની પૂજા થાય કે નહિ? તેની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા થાય?
A. દેરાસરમાં અષ્ટમંગલ પ્રભુ સમક્ષ અક્ષરથી આલેખવાના હોય છે. પ્રભુની અગ્રપૂજા રૂપે પ્રભુ ભક્તિનો આ એક પ્રકાર છે. જેને આઠ મંગલ આલેખતા ન આવડે તેને આલેખવા માટે અષ્ટમંગલ કોતરેલા કાષ્ટ પાટલાઓ કે ધાતુની પાટલી જે બનાવાય છે, તે સંઘકૃત વ્યવસ્થા છે. આ પાટલી એ સ્થાપના છે.એ પૂજા માટે નથી, પણ પ્રભુ સમક્ષ મૂકવા માટે છે.આમ,અષ્ટમંગલની પાટલીની પ્રભુની જેમ પુજ્યત્વેન પૂજા નથી કરવાની, તો એની પૂજા બાદ પ્રભુની પૂજા કરવાની વાત જ અસ્થાને છે. છતાં જો કોઈ અણ સમજુથી અષ્ટમંગલ ની પાટલી ની પૂજા થઈ જાય તો એ કેસરથી પછી પ્રભુની પૂજા ન કરાય.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy