પરભવ કેવી રીતે સુધારાય?
Home > Pearls of Jainism > samadhan yatra > પરભવ કેવી રીતે સુધારાય?
પરભવ કેવી રીતે સુધારાય?
Q. શ્રાવકે પરભવ સુધારવા શું કરવું જોઈએ
A. ફુલ સ્પીડમાં દોડતી ગાડીને પણ સ્ટેશન આવે તે પહેલા પોતાની ગાડી ધીમી કરી દેવી પડે છે. સ્ટેશન પાસે જ સીધે સીધી ઊભી રાખવા જાય તો એકસીડન્ટ થઈ જાય. સંસારમાં ફુલ સ્પીડમાં દોડતા માણસે પણ અમુક વય થયા પછી પોતાની ગાડી ધીમી કરી દેવી જોઈએ. સંસારને સાગરની ઉપમા અપાય છે. સાગરનું કામ તો ડુબાડવાનું જ છે જેને તરતા આવડે કે નૌકાના શરણે જતા આવડે તે બચી જાય. ઘર દુકાન પૈસા વગેરે બધું જ ડુબાડનારા છે જો એનો યોગ્ય ઉપયોગ કરાય તો એના દ્વારા તરી પણ જવાય.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy