પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?
Home > Pearls of Jainism > samadhan yatra > પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?
પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?
Q. દુવિહાર-તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર રાતે કેટલા વાગ્યા સુધી પાણી વગેરે લઇ શકે? કેટલી વખત દવા-પાણી લઇ શકે? એ વ્યક્તિ બીજે દિવસે નવકારશીનું પચ્ચકખાણ લઇ શકે ખરો?
A. દુવિહાર-તિવિહારના પચ્ચક્ખાણવાળો રાતે મોડે સુધી દવા- પાણી લે, તે ઉચિત નથી. શક્ય હોય તો રાતના પહેલા પ્રહર પછી બધું છોડી દેવું. છેવટે રાતે ૧૦-૧૧ વાગ્યા સુધીમાં પતાવી દેવું. એકવાર ઊંઘી ગયા પછી ફરીથી ઉઠીને પાણી વગેરે નહીં લેવું. સામાન્યથી એકાદ વાર જ પાણી વગેરે લેવા. ન છૂટકે બીજીવાર પાણી વગેરે લઇ શકે.
આ પચ્ચક્ખાણવાળો બીજા દિવસે નવકારશીનું પચ્ચકખાણ કરી શકે છે.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy