નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?
Home > Pearls of Jainism > samadhan yatra > નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?
નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?
Q. કાયમ ચોવિહાર થઇ શકે એમ નથી, કાયમ તિવિહાર થઇ શકે એમ છે. તો તિવિહારનો જ નિયમ લેવો સારો ને?
A. જો સત્ત્વ હોય અને હાલ ચોવિહાર કરવા ફાવતા જ હોય, તો ચોવિહાર જ કાયમ કરવાનો સંકલ્પ કરવો.
પાછળથી તબિયતની પ્રતિકૂળતા આદિના કારણે સત્ત્વ ન ટકવાથી ચોવિહાર મૂકી તિવિહાર કરવા પડે એ ન છુટકાની વાત છે. પણ એવી કલ્પનાથી શરૂઆતથી ચોવિહાર છોડી તિવિહારમાં ન બેસી જવું. અથવા માંદગી વગેરે અનિવાર્યની છુટ રાખી ચોવિહારનો નિયમ કરવો.
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy