Home > Know Jainism > શ્રાવક-શ્રાવિકા કેવા ગંભીર હોય?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 9-Aug-2026
શ્રાવક-શ્રાવિકા કેવા ગંભીર હોય?
5
સાધુ-સાધ્વીને પોતાના તારણહાર સમજી એમના દોષ દેખનારા કે દોષ ગાનારા નહિ; તેમ એવા અવસર આવી લાગ્યે એમની સાધુતાના, એમના ચારિત્રના રક્ષણ-પાલન માટે એવી ગુપ્ત અને નક્કર સહાય કરનારા હોય કે ન તો બહારમાં ફજેતી-હીલના થાય, યા ન સાધુ-સાધ્વીના પરિણામ પડી જાય. ઊલટું એમને સંયમપાલનમાં ઉત્સાહ વધી જાય. આજે પણ એવા ગંભીર શ્રાવક-શ્રાવિકા જોવા મળે છે.
ત્યારે એવા ય હોય છે કે જે સાધુ-સાધ્વીનું પાનિયું જ લઈને બેસે છે, એમની હલકાઈ જ ગાયા કરે છે. આગળ વધીને છાપાનાં પાનાં ય કાળાં કરે છે. શું એ એમને સુધારી શકે છે?
ના, અયોગ્ય રીતથી સુધારો ન થઈ શકે. એવી રીતમાં તો પોતાનો આત્મા મુનિનિંદાના તથા સંઘશાસનની હીલનાના ઘોર પાપથી ભારે થાય છે. પણ આ હવસ, દ્વેષ અને અભિમાન મૂકાતો નથી. પછી એમાં અછતા ય દોષ ગાવામાં સંકોચ નથી રહેતો.
શાસન ખરેખરું હૈયે ન વસ્યું હોય એ જ એની હીલનાની પરવા છોડી આવી ક્ષુદ્રતા ભરી પ્રવૃત્તિ કરે; બાકી, હૈયે સાચો શાસનરાગ હોય તો શાસનની શોભા જરાય ટકરાય, ખંડિત થાય એવું ન આચરે, ગંભીરતા ગુણ આથી બચાવી શકે.

